નર્મદાના ઔદ્યગિક તાલીમ કેન્દ્ર તિલકવાડા ખાતે અને ભાદરવા ગામે મતદાન જાગૃતી અભિયાન કાર્યક્રમ યોજાયો

નર્મદાના ઔદ્યગિક તાલીમ કેન્દ્ર તિલકવાડા ખાતે અને ભાદરવા ગામે મતદાન જાગૃતી અભિયાન કાર્યક્રમ યોજાયો

રાજપીપલા, તા.29

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય નહેરુ યુવા કેન્દ્ર નર્મદા દ્વારા જિલ્લા વહિવટી તંત્ર ના સહયોગમાં મતદાન જાગૃતિ અભિયાન નર્મદા જિલ્લામાં ચલાવવામાં આવી રહ્યું છે આજરોજ ઔદ્યગિક તાલીમ કેન્દ્ર તિલકવાડા ખાતે અને ભાદરવા ગામે મતદાન જાગૃતી અભિયાન કાર્યક્રમ યુવા સ્વયંસેવક નગીનભાઇ બારિયાની આગેવાનીમાં યોજવામાં આવ્યો. નગીનભાઇ એ યુવા મતદારો ને મતદાન નું મહત્વ અને પોતાનો મત આપવાનો અધિકાર શું છે તે બાબતે તેઓને માર્ગદર્શન આપવામાં આવિયું.નેહરુ યુવા કેન્દ્ર ભારત સરકારનાં પ્રતિનિધિ અને યુવા આગેવાન ગૌરાંગભાઈ બારીયા એ યુવા મતદારો ને મતદાન કરવા માટે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમ દરમીયાન વિવિધ યુવક મંડળના સદસ્ય હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ નેહરુ યુવા કેન્દ્ર નર્મદા ના જિલ્લા યુવા અઘિકારી સચિન શર્મા માર્ગદર્શનમાં કરવામાં આવ્યોહતો.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *