લોકસભા ચૂંટણી સાથે લડવા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન નિશ્ચિત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બંને પક્ષો દ્વારા ટૂંક સમયમાં ગઠબંધનની જાહેરાત કરવામાં આવશે. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે તમામ પક્ષો ગઠ-જોડની નીતિ અપનાવતા ચૂંટણી જીતવાની તૈયારીઓ કરી રહ્યા છે. INDIA ગઠબંધનમાં દિગ્ગજ નેતા નીતિશ કુમારના જવાથી ફટકો પડ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી કોંગ્રેસને સાથ આપવા આગળ આવી છે.
લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસનું ગઠબંધન નક્કી થઈ ગયું છે. કયા રાજ્યમાં કેટલી બેઠકો પર કયો પક્ષ ચૂંટણી લડશે તે અંગે બંને પક્ષો વચ્ચે સહમતિ બની છે. AAP અને કોંગ્રેસના નેતાઓ હવેથી (સવારે 11.30 વાગ્યે) દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં ઈન્ડિયા બ્લોક હેઠળ ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરવા માટે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજશે તેવું સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. કોંગ્રેસ નેતા દીપક બાવરિયા, દિલ્હી પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલી અને મુકુલ વાસનિક સાથે AAP નેતાઓ સૌરભ ભારદ્વાજ, આતિશી અને સાંસદ સંદીપ પાઠક પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપશે. આ સમયગાળા દરમિયાન દિલ્હી, ગુજરાત, ગોવા, ચંદીગઢ અને હરિયાણામાં ગઠબંધનની જાહેરાત થઈ શકે છે.<સંદીપ પાઠકે કહ્યું કે મેરિટના આધારે આંકડાઓ પર નજર કરીએ તો કોંગ્રેસ પાર્ટીએ એક પણ લોકસભા સીટ પર દાવો નથી.ત્યારે સીટ વહેંચણીની વાતચીતમાં વિલંબ પર નારાજગી વ્યક્ત કરતા આમ આદમી પાર્ટી નેતાઓએ કહ્યું હતું કે તેઓ રાહ જોશે.આમ કરીને થાકી ગયા છે અને જો કોંગ્રેસ ટૂંક સમયમાં અંતિમ નિર્ણય નહીં લે તો AAP પણ દિલ્હીમાં ઉમેદવારોની જાહેરાત કરશે