અનામતની આંટીઘૂટી વચ્ચે સુપ્રીમનો શકવર્તી ચૂકાદો – સુધીર એસ. રાવલ
આપણા દેશમાં ‘અનામત’ એ એક એવો વિષય છે, જેના પર વર્ષોથી ચર્ચાઓ, ચિંતન, સંવાદો, વિવાદો થતા રહ્યા છે અને એ પછી પણ મત-મતાંતરો વધતા જ ગયા છે ! એટલું જ નહિ, ‘અનામત આપો’ અને ‘અનામત હટાવો’ એમ બંને પ્રકારના આંદોલનોનો પણ આ દેશ સાક્ષી છે. આ આંદોલનો અહિંસક પણ હતા અને ક્યારેક હિંસક પણ બન્યા. મૂળ વાત સદીઓથી ભારતમાં જાતિના આધારે પીડિત, શોષિત, અને વંચિત રહી ગયેલા વર્ગના ઉત્કર્ષ નો તેમા હેતુ હતો અને આજે પણ કાગળ પર તો તે જ હેતુ છે, આમછતાં આઝાદીના ૭૫ વર્ષો પછી પણ ૧૦૦% હેતુ સિધ્ધ કરવામાં ભારત પાછળ રહ્યું, તેનું કારણ અનામતના નામે રમાતું રાજકારણ છે.
તાજેતરમાં અનામતની બાબતમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ક્વોટામાં ક્વોટા મુદ્દે સર્વોચ્ચ અદાલતની સાત ન્યાયાધીશોની ખંડપીઠે ૬:૧ ની બહુમતીથી રાજકારણ રમતા લોકોને ન ગમે તેવો, પરંતુ સાચી જરૂરિયાતવાળા અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના સમુદાયના હિતમાં જે શકવર્તી ચૂકાદો સંભળાવ્યો છે, તેનાથી એક નવા પ્રકારનું રાજકારણ ગરમાયું છે અને હજી આગળ જતા વધારે ગરમાશે એ પણ આપણા દેશના રાજકારણની તાસીર જોતા કહી શકાય કે નિશ્ચિત છે. આ ચૂકાદા મુજબ રાજ્યોને હવે અધિકાર હશે કે અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ કેટેગરીમાં અતિ પછાત રહી ગયેલાની નવી સબ કેટેગરી બનાવી તેઓને અલાયદો ક્વોટા આપી શકે છે. રાજ્યો એસસી અને એસટી વર્ગમાં સમાવિષ્ટ તમામ સમાજ માટે અનામત ક્વોટામાથી જાતિઓના પછાતપણાના આધારે ક્વોટા નક્કી કરી શકશે. ચૂકાદામાં કહેવાયા મુજબ ક્રીમીલેયરની બાબત એસસી અને એસટી વર્ગ પર પણ લાગુ થાય, તેવી બંધારણીય અનિવાર્યતા આવશ્યક છે. ચૂકાદાનો સાર એ છે કે બંધારણના મૂળ ઉદ્દેશને અનુરૂપ અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિમાં જે જાતિઓ હજી આજે પણ અનામતનો લાભ મેળવી શકી નથી અને વર્ષોથી અનેક પ્રકારની પીડા વેઠી રહી છે, તેને હવે લાભ મળે. આવું જરૂરી એટલા માટે છે કે અનામતનો લાભ તે વર્ગના તમામ સમુદાયો સુધી પહોચાડી શકાયો નથી. એ કડવી વાસ્તવિકતા છે કે અનુસુચિત જાતિ અને અનુસુચિત જન-જાતિઓમાં વર્ષોથી અમુક વર્ગ જ અનામતનો લાભ લેતો રહ્યો છે, જ્યારે ઘણો મોટો વર્ગ જાતિના આધારે હજુ પણ અનામતના લાભો થી વંચિત જ રહ્યો છે.
સર્વોચ્ચ અદાલતે જે કહ્યું છે તેનું પાલન કરવા માટે સરકારોએ ડેટા તૈયાર કરવા પડશે, જેના આધારે નક્કી થઈ શકશે કે કયા સમૂહોનું પ્રતિનિધિત્વ ઓછું છે. જ્યાંસુધી માપદંડની બાબત છે ત્યાં સામાજિક, આર્થિક સ્થિતિ, ઐતિહાસીક સતામણી, શિક્ષણ સ્તર જેવા મહત્વના પાસાઓને ધ્યાને લેવાશે, જે ખુબ જરૂરી છે. સરકારો માત્ર અધિકારીઓ નહિ, પરંતુ નિષ્પક્ષ નિષ્ણાંતોની પણ મદદ લઈને આ દિશામાં આગળ વધી શકે છે. સ્વાભાવિક છે કે જેમ જેમ અમલીકરણ થતું જાય તેમ ડેટા આધારિત એ ક્વોટા બદલાતો રહેશે. વળી ફાળવણી સમયે એ ધ્યાન રાખવાનું રહેશે કે કુલ અનામત બંધારણીય મર્યાદાઓને પાર ન થાય અને કોઈપણ પેટા વર્ગ માટે ૧૦૦% અનામત ન હોય. સર્વોચ્ચ અદાલતનું માર્ગદર્શન એ સૂચવે છે કે મજબૂત ડેટા આધારિત ન્યાયપૂર્વક ફાળવણી થાય અને રાજ્યો રાજકારણ પ્રેરિત અને મનસ્વી રીતે ફાળવણી કરવાથી દૂર રહે. વાસ્તવમાં આ ચૂકાદો અનામતને જાતિ આધારિત રાજકારણથી દૂર રાખીને વિકાસ અને આર્થિક પાસા પર કેન્દ્રિત હોવાથી અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિઓના ઉત્કર્ષ માટે બંધારણમાં સૂચવાયેલ ઉદ્દેશને સાર્થક કરવાની દિશામાં આ મહત્વની પહેલ સમાન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પેટા વર્ગીકરણના અમલ માટે અદાલતે કોઇ સમયમર્યાદા સુચવી નથી એટલે હવે તે જુદા જુદા રાજ્યોની સરકારો પર જે તે સરકારોની તત્પરતા પર નિર્ભર હશે. સરકારોએ પણ આ ચુકાદા મુજબ અમલ કરવાનું શરુ કરતા પહેલા વ્યાપક અધ્યયન, લાભાર્થીઓની વાસ્તવિક સ્થિતિ, સમુદાયોની આંતરિક વાસ્તવિકતા સહિતની અનેક બાબતો પર નિષ્ઠા અને ઝીણવટભર્યો પુરુષાર્થ કરવો પડશે. આવું કરવામાં જાતિનું રાજકારણ પણ આડે આવશે જે સ્પષ્ટ દેખાય છે. આમછતાં જો સાચા અર્થમાં વિકાસથી વંચિત રહી ગયેલાઓનો ઉત્કર્ષ કરવો જ હશે તો આ ચૂકાદો અનેક સંદર્ભમાં ઉપયોગી બની શકે તેમ છે.
વિવિધરંગી રાજકીય પ્રતિક્રિયાઓ :
સામાન્ય રીતે સંવેદનશીલ મુદ્દા પર દૂરગામી અસરો ઉપજાવતા ચૂકાદાઓ પર રાજકીય પક્ષો અને સમાજના વિવિધ વર્ગોમાંથી ત્વરિત પ્રતિક્રિયાઓ આવતી હોય છે, પરંતુ આ ચૂકાદા સામે ત્વરિત પ્રતિક્રિયા આપવામાંથી ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષો દૂર રહ્યા છે. જુદી જુદી રાજ્ય સરકારોએ પોતાનું વલણ સ્વતંત્ર રીતે અખત્યાર કર્યું છે તે આવકારદાયક છે, કારણકે આ બાબત રાજકીય સ્તરે ન જ વિચારવી જોઈએ. ભારતમાં ઉત્તર અને દક્ષિણના રાજ્યોમાં અલગ વર્તણૂક જોવા મળે છે. દક્ષિણના રાજ્યોમાં તમિલનાડુ, તેલંગાણા અને કર્ણાટક જેવા રાજ્યોએ સર્વોચ્ચ અદાલતના આ શકવર્તી ચૂકાદાને આવકાર્યો છે, જ્યારે કેટલાક રાજકીય પક્ષો કે જેમનું અસ્તિત્વ જ જાતિવાદી રાજકારણ સાથે જોડાયેલું છે તેવા બહુજન સમાજવાદી પક્ષ, સમાજવાદી પક્ષ, રાષ્ટ્રીય જનતા દળ અને તેના જેવા બીજા પક્ષોએ આ ચૂકાદા સામે નારાજી અને અસહમતિ દર્શાવી છે. કેન્દ્ર સરકારને આ ચૂકાદા સામે વાંધો પડે એવું લાગતું નથી, કારણકે જે જાતિઓનો ઉત્કર્ષ હજુ નથી થયો તે સમસ્યાનો બંધારણીય સ્તરે કઈ રીતે ઉકેલ આવે તે માટે જાહેરસભાઓમાં વડાપ્રધાન પોતે પણ તેમના પ્રવચનોમાં હિમાયતી અને પ્રયત્નરત જણાયા છે.
અનામત પ્રથાના ઉદ્ભવનો ઈતિહાસ :
આજે ચર્ચાય છે કે ‘જિસકી જીતની હિસ્સેદારી ઉસકી ઇતની ભાગીદારી’, અર્થાત વહિવટીતંત્ર અને સત્તામાં સમાજના તમામ વર્ગોની ભાગીદારી હોવી જોઈએ તે સિદ્ધાંત ને સાકાર સ્વરૂપ આપવા અનામતપ્રથાનો સૌ પ્રથમ વિચાર વર્ષ-૧૮૭૩માં મહારાષ્ટ્રના પૂનામાં સમાજ સુધારક જ્યોતિબા ફૂલે દ્રારા સ્થાપિત ‘સત્યશોધક સમાજ’ દ્વારા રજૂ કરાયો હતો. આ સંસ્થા દલિતો અને મહિલાઓની પીડાના ઉકેલ માટે સક્રિય હતી. બ્રિટિશરાજ દરમિયાન વર્ષ-૧૮૮૨માં હંટર કમિશન સમક્ષ અનામત વ્યવસ્થાની લેખિતમાં રજૂઆત કરનાર પણ જ્યોતિબા ફૂલે જ હતા. ૨૩ જૂંલાઈ, ૧૯૦૨ના રોજ તે સમયના કોલ્હાપુર રાજ્યમાં ઓબીસી, એસસી, એસટી માટે ૫૦% અનામતની જાહેરાત કરીને છત્રપતિ શાહુજી મહારાજે જ્યોતિબા ફૂલેની દરખાસ્ત પર અમલ કર્યો હતો. વર્ષ-૧૯૧૯માં સાઉથ બેરો કમિટી સમક્ષ બાબાસાહેબ આંબેડકર અને કર્મવીર શિંદેએ પછાતોની દુર્દશા અંગે રજૂઆતો કરીને પછાતો માટે અલગ મતદારમંડળ અને અનામત બેઠકો માટે રજૂઆતો કરી હતી. વર્ષ-૧૯૨૧માં મદ્રાસ પ્રાંતની જસ્ટિસ સરકારે કોમ્યુનલ ક્વોટા હેઠળ પછાત વર્ગ માટે નોકરીઓમાં અનામત આપવા પગલા લીધા હતા. વર્ષ-૧૯૨૪માં ડૉ. બાબાસાહેબ આંબેડકરે ‘બહિષ્કૃત હિતકારીણી સભા’ની પુર્ન:રચના કરી અને વર્ષ-૧૯૨૫માં રત્નાગીરી જિલ્લામાં પછાતોનું સંમેલન બોલાવ્યુ હતુ. આઝાદી પહેલા તત્કાલીન મુંબઈ રાજ્ય સરકારે તે પ્રદેશના દલિત વર્ગો અને આદિવાસી જાતિઓની શૈક્ષણિક, આર્થિક અને સામાજિક સ્થિતિ તપાસવા અને તેમના ઉત્કર્ષ માટેના પગલાની ભલામણ કરવા ૫ નવેમ્બર, ૧૯૨૮ના રોજ કરેલ ઠરાવ દ્વારા શ્રી ઓ. એમ. બી. સ્ટાર્ટ (આઈસીએસ)ના અધ્યક્ષપદે એક સમિતિની રચના કરી હતી. એ સમિતિએ માર્ચ, ૧૯૩૦માં તેનો અહેવાલ રજૂ કર્યો હતો. સ્ટાર્ટ સમિતિએ અહેવાલમાં એવી ભલામણ કરી હતી કે, અસ્પૃશ્ય હોય એમને દલિત વર્ગો તરીકે વર્ગીકૃત કરવા, વન વિસ્તારમાં વસતી હોય એવી જાતિઓને આદિવાસીઓ કે પહાડી જાતિઓ તરીકે વર્ગીકૃત કરવી અને બાકીનાઓને અન્ય પછાત વર્ગો તરીકે દર્શાવવા જોઈએ.
પૂના કરારનું મહત્ત્વ :
દલિતોના ઉત્કર્ષ માટે ભારતના બે નરરત્નો મહાત્મા ગાંધી અને બાબાસાહેબ આંબેડકર સૌથી વધુ ચિંતિત અને સમસ્યાનો ઉકેલ આણવા કટિબદ્ધ હતા, પરંતુ બંનેના રસ્તા ઘણીવાર જુદા રહેતા. અત્રે નોંધવું રહ્યું કે દલિતોને અપાયેલા અલગ મતદાર મંડળના વિરોધમાં યરવડા જેલમાં મહાત્મા ગાંધી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા. તે સમયે ગાંધીજી ઉપવાસ બંધ કરે તે માટે સમાધાનના ભાગ રૂપે યરવડા જેલમાં તા. ૨૪ સપ્ટેમ્બર, ૧૯૩૨ના રોજ દલિત વર્ગ વતી ડૉ. બાબાસાહેબ આંબેડકરે અને દેશભરના નેતાઓના પ્રતિનિધિ રૂપે પંડિત મદનમોહન માલવીયાએ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ પણ તેમા સહીઓ કરી હતી. આ સમજૂતી કરાર ઈતિહાસમાં પૂના કરારના નામે ઓળખાય છે. એ રીતે પૂના કરારમાં ભારતના કરોડો દલિતોના રાજકીય અને નોકરીઓની અનામતના મૂળ પડેલા છે.
આ રીતે જોઈએ તો અનામતના મૂળિયા આઝાદી પહેલાના છે અને બંધારણના ઘડવૈયાઓએ દલિતોના ઉત્કર્ષ માટે તેમાંથી પ્રેરણા લઈને સદીઓથી સમાજના શોષણ અને અન્યાય થકી પીડિત સમાજને ચોક્કસ સમયમર્યાદામાં સમાનતાનો અવસર મળે તે માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યો હતો. કમનસીબે અનામતની બાબત મતબેંકના રાજકારણમાં પરિવર્તિત થતી ગઈ, જેનું સૌથી વધુ નુકસાન એ જ સમુદાયોને થયું જેમના હિતમાં અનામતની પ્રથા શરુ કરવામાં આવી હતી. હવે સર્વોચ્ચ અદાલતના ચૂકાદા બાદ દેશનું રાજકારણ કઈ દિશામાં વળાંક લ્યે છે તેના પર પછાત વર્ગોને ન્યાય અને ઉત્કર્ષનો આધાર રહેશે, તે નિશ્ચિત છે. આપણા દેશનું રાજકારણ જોતા એક વાત સ્પષ્ટ છે કે જે લોકોને પછાત વર્ગોના ઉત્કર્ષમાં નહિં, પરંતુ પછાત વર્ગોના મતોમાં રસ છે, તેને આ ચૂકાદો નહીં પચે, અને જેઓ સાચા અર્થમાં હજુ મદદની જરૂરિયાતવાળા છે તેવા બાકી રહેલાં પછાત વર્ગોને અનામતની મદદ મળે તેવું ઇચ્છે છે, તેવા સૌ કોઇ સર્વોચ્ચ અદાલતના આવા શકવર્તી ચૂકાદામાંથી બોધપાઠ અને માર્ગદર્શન લઈને પછાત વર્ગોનું અને દેશનું હિત કરશે.

WPS官网下载WPS Office: 一站式办公服务平台: 新升级,无广告,AI办公更高效. 立即下载. 登录使用. WPS 365: 面向组织和企业的WPS 365: 一站式AI办公,生产力即刻起飞. 了解更多. 咨询,记忆体占用低,体积轻运行快. 将文字、表格、演示、PDF等融合为一个组件。
https://www.telqq.com Telegram群组,Telegram群组导航。收录Telegram上的优质频道和群组,打造一个高质量Telegram导航。TGNAV收录整理了Telegram上的许多优质频道、群组、机器人,帮助用户发现更多优质的群组。