રક્ષાબંધનમાં બપોરે 1.31 પછી રાખડી બાંધવી શુભ: સવારે જનોઈ બદલાવી શકાશે: રાશિ પ્રમાણે કયાં કલરની રાખડી બહેનોએ ભાઈઓને બાંધવી ? – સુરેશ વાઢેર.
શ્રાવણ સુદ પુનમ ને સોમવાર તા. 19.8.24 ના દિવસે રક્ષાબંધન છે. તથા આ જ દિવસે શ્રાવણી પર્વ પણ છે આથી ભુદેવો તથા અન્ય જે લોકો યજ્ઞોપવિત ધારણ કરે છે તેઓ એ આ જ દિવસે યજ્ઞોપવિત એટલે કે જનોઈ વિધિ સર બદલાવાની રહેશે
રક્ષાબંધન ના દિવસે બપોરે 1.31 શુધી વિષ્ટી કરણ હોતા રાખડી બાંધવા માટે વિષ્ટિ કરણ ને દોષ કારક માનવામાં આવે છે આથી બપોર ના 1.31 પછી રાખડી બાંધવી શુભ રહેશે જ્યારે જનોઈ બદલાવા માટે વિષ્ટી કરણ દોષ કારક ગણાતું નથી આથી સોમવારે સવારે જનોઈ બદલાવી શુભ રહેશે
રક્ષાબંધનમાં બપોરે 1.31 પછી રાખડી બાંધવી શુભ: સવારે જનોઈ બદલાવી શકાશે: રાશિ પ્રમાણે કયાં કલરની રાખડી બહેનોએ ભાઈઓને બાંધવી ?
જયોતિષ તથા પંચાગના રક્ષાબંધન ના દિવસે શાસ્ત્ર તથા પુરાણ પ્રમાણે જોઈએ તો બધા જ કલરની રાખડી શુભ જ ગણાય છે. પરંતુ સાથે જયોતિષ પ્રમાણે રાશિ પ્રમાણે કયા કલરની રાખડી બહેનો એ ભાઈને બાંધવી વધારે ઉત્તમ ગણાય તે રજુ કરેલ છે.
1. મેષ(અ.લ.ઈ.) : લાલ તથા પીળા કલરની રાખડી બાંધવી શુભ છે.
2. વૃષભ: (બ.વ.ઉ.) સફેદ અથવા મિકસ કલરની રાખડી બાંધવી શુભ છે.
3. મિથુન (ક.છ.ઘ.) : લીલા અથવા ગુલાબી રંગની રાખડી બાંધવી શુભ છે.
4 કર્ક (ડ.હ.) : સફેદ અથવા લાલ રંગની રાખડી બાંધવી શુભ છે.
5. સિંહ (મ.ટ.) : પીળા અથવા ગુલાબી રંગની રાખડી બાંધવી શુભ છે.
6. કન્યા (પ.ઠ.ણ.) : લીલા અથવા બ્લુ રંગની રાખડી બાંધવી શુભ છે.
7. તુલા (ર.ત.) : ગુલાબી અથવા સફેદ રંગની રાખડી બાંધવી શુભ છે.
8. વૃશ્ચિક (ન.ય.) : લાલ રંગની રાખડી બાંધવી શુભ છે.
9. ધન (ભ.ફ.ધ.) : કેસરી અથવા પીળા રંગની રાખડી બાંધવી શુભ છે.
10. મકર (ખ.જ.) : ગુલાબી અથવા લીલા રંગની રાખડી બાંધવી શુભ છે.
11. કુંભ (ગ.શ.સ.) : ગુલાબી અથવા બ્લુ રંગ ની રાખડી બાંધવી શુભ છે.
12. મીન (દ.ચ.ઝ.થ.) : પીળા અથવા કેસરી રંગની રાખડી બાંધવી શુભ છે.
Veery rapidly this websitte will be famous among aall blogging and site-building visitors, due to it’s peasant arficles orr reviews