• અરવલ્લી જિલ્લાના જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું પણ ઉદઘાટન થયું.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કોંગ્રેસ પક્ષના જનસંવાદ કાર્યક્રમમાં મળેલા ખૂબ મોટા સહકાર અને સમર્થન બદલ અરવલ્લીની જનતાનો પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહજી ગોહિલે આભાર માન્યો હતો. તા. ૨૧ જાન્યુઆરી, ૨૦૨૪ને રવિવારના રોજ મોડાસા ખાતે અરવલ્લી જિલ્લાના લોકપ્રશ્નો અને લોકોની જિલ્લાના લોકપ્રશ્નો અને લોકોની સમસ્યા અંગે જનસંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે યુવાન મિત્રોએ મોટર સાયકલની રેલી દ્વારા શક્તિસિંહજી ગોહિલનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ ખૂબ વિશાળ સંખ્યામાં વંદે માતરમ હબ, દેવરાજ ધામની બાજુમાં, શામળાજી-ગોધરા હાઈવે, મોડાસા ખાતે લોક પ્રશ્નો માટેનો સંવાદ યોજવામાં આવ્યો હતો.