ભરુચના સાંસદ મનસુખ વસાવાએ અયોધ્યા રામમન્દિરના નિર્માણ વખતે બે બે વખત કારસેવા કરી હતી..
રાજપીપલા ખાતે સાંસદ મનસુખ વસાવાએ આપ્યું કાર સેવક તરીકે આપ્યું નિવેદન
17દિવસનો જેલવાસ ભોગવ્યો હતો.
અયોધ્યા નો ઢાંચો તોડ્યો હતો
અને નાના રામ મન્દિરમાં મેં મારાં હાથે ઈંટો મૂકી હતી.
અમે અયોધ્યા રામમંદિર ના તાજના સાક્ષી છીએ
રાજપીપલા, તા.21
અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગમાં કાર સેવકોનું સન્માન થઇ રહ્યું છે ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ પણ બે વખત કાર સેવા કરી હોવાનું
રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતા મંદિરે દીવડા વિતરણ કાર્યક્રમ બાદ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.
સાંસદ મનસુખ વસાવાએ કાર સેવક તરીકે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે પોતાની અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારે ઉત્સાહ જણાઈ રહ્યો છે ત્યારે સાંસદ મનસુખ વસાવાએ ભારે ઉત્સાહભેર અને ગૌરવભેર જણાવ્યું હતું કે મેં અયોધ્યાની બે બે વખત કાર સેવા કરીહતી. પહેલી કાર સેવામાં અમારી ધરપકડ થઈ હતી.નૈની જેલમાં અમે 17 દિવસ જેલવાસ ભોગવ્યો હતો . બીજી કાર સેવામાં અમે અયોધ્યા પહોંચ્યા હતા અને જે ઢાંચો હતો તે અમે તોડ્યો હતો. તૂટ્યા પછી જે નાનું મંદિર બન્યું એ મંદિરના નિર્માણમાં પણ અમે અમારા હાથે સ્વહસ્તે અમે ત્યાં ઈંટો મૂકી હતી. એ નાના મંદિરનું નિર્માણ થયું ત્યાં સુધી અમે એ મન્દિરના તાજના સાક્ષી બન્યા હતા. સવારે આરતી થઈ ત્યારે પણ હું તાજનો સાક્ષી હતો. અને આજે વર્ષો પછી અહીંયા ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તેનું ગૌરવ અનુભવ છું.. અને આવતીકાલે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા દેશના પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમા થવાની છે ત્યારે ત્યારે કાર સેવક તરીકેહું ખૂબ ગૌરવની લાગણી અનુભવું છું.ત્યાંની એક એક ઘટના મારી સાથે જોડાયેલી છે. એને યાદ કરું છું ત્યારે મારા રુવાડા ખડા થઈ જાય છે. બે બે વખતની કારસેવા અને ત્યાર પછીના રામ મંદિર નિર્માણના આંદોલનોથી માંડીને સુપ્રીમ કોર્ટના ચુકાદા સુધી હું તાજનો સાક્ષી છું અને અયોધ્યામાં ભગવાન રામલલ્લા પધારે એ સ્વપ્નો આજે અમારી નજર સમક્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે એનોઆજે મને વિશેષ આનંદ છે
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા