ફરી પાકિસ્તાનની પોલ ખુલી, યુદ્ધની ઘોષણા!
પાકિસ્તાની ધરતી પર સ્થિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ્સ ખોરાસન (ISKP) એ બલુચિસ્તાનના બળવાખોર જૂથો બલુચ લિબરેશન આર્મી (BLA), બલુચ લિબરેશન ફ્રન્ટ (BLF) સામે યુદ્ધની ઘોષણા કરી છે. ISIS એ પોતે જ બલુચિસ્તાનના માસ્તુંગ વિસ્તારમાં પોતાનો કેમ્પ હોવાનું કહીને પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે. ખુદ આતંકી સંગઠનો જ સ્વીકારી રહ્યા છે કે તેઓ પાકિસ્તાનમાં છે.