ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું

ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું

ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે આ જાણકારી આપી છે. IMFના અહેવાલ મુજબ, ભારતનો નોમિનલ GDP 4.187 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે, જે જાપાનના 4.186 ટ્રિલિયન ડોલરના અંદાજિત GDP કરતા થોડો વધારે છે.