*લંડનમાં કુમકુમ મંદિરના સંતો દ્વારા મહાવીર ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ જ્ઞાન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો.*

*લંડનમાં કુમકુમ મંદિરના સંતો દ્વારા મહાવીર ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ જ્ઞાન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો.*

*જૈન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાયે અહિંસા ધર્મ અને વિશ્વશાંતિ ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ*

Londonમાં મહાવીર ફાઉન્ડેશન (કેન્ટન જૈન દેરાસર) દ્વારા બે દિવસીય જ્ઞાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની અંદર શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણીનગર અમદાવાદના શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી અને શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી પધાર્યા હતા અને દીપ પ્રાગટ્ય કરીને જ્ઞાન શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો.

આ જ્ઞાન શિબિરમાં શ્રી દીપકભાઈ બારડોલીએ સતત બે દિવસ સુધી સૌને સુંદર શૈલીમાં જ્ઞાનનો લાભ આપ્યો હતો.
આ પ્રસંગે મહાવીર ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ શ્રી નીરજભાઈ, વાઈસ પ્રેસિડેન્ટ શ્રી મુકેશભાઈ, સર્વે ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા.

*આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*, જૈન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ખૂબ જ અહિંસા ઉપર ભાર મૂકવામાં આવે છે અને સારા વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટે ખૂબ જ પ્રયત્નો કરવામાં આવે છે.

જીવનની અંદર સદાચાર હોય એ જ માણસ સુખી થાય છે તેથી આજના દરેક માણસે સદાચારમય જીવન જીવવું જોઈએ. નિત્ય ભગવાનના સુખને પામવાને માટે ભગવદ નામ સ્મરણ ભક્તિ કરવી જોઈએ. ભગવાનની ભક્તિ કરવાથી મોક્ષપદની પ્રાપ્તિ થાય છે.