ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સને રાષ્ટ્રીય કક્ષાનું “ધ નોલેજ રીવ્યુ મેગેઝીન” ધ્વારા “India’s Prestigious Commerce Institute of the Year 2023” જાહેર કરવામાં આવ્યુ છે. આ સમગ્ર પ્રક્રિયામાં કોલેજનું રીઝલ્ટ, ટીચીંગ, રીસર્ચ વર્ક વિદ્યાર્થીઓની સિધ્ધીઓ, સામાજીક સેવાની પ્રવૃત્તિઓ, અવેરનેશની પ્રવૃત્તિઓ, કોલેજની લીડરશીપ તથા જનરલ ડીસીપ્લીન વિગેરે બાબતોને ધ્યાનમાં લેવાય છે. આ સિધ્ધી મળવા બદલ કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે કોલેજમાં વિદ્યાર્થીઓના ઓવરઓલ ડેવલપમેન્ટ માટે વિવિધ એક્ટીવીટીનું આયોજન ટીમ વર્ક ધ્વારા થાય છે. જેમાં જીએલએસ મેનેજમેન્ટ, અધ્યાપકો તથા વિદ્યાર્થીઓનો સિંહફાળો હોય છે. પ્રિન્સીપાલ સંજય વકીલે વધુમાં કહ્યું હતુ કે આ સિધ્ધી મળવાથી વધારે ઉત્સાહથી કાર્ય કરી સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરીશુ જેમાં કોલેજના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોના સહકારથી શિક્ષણ તથા જાગૃતિના કાર્યક્રમો કરીશુ.
Related Posts
આજનું રાશિફળ. – 22 જુલાઇ 2023. – ઓમ શ્રોત્રિય
- Tej Gujarati
- July 22, 2023
- 0
*દેશના રાજ્યોમાંથી સવારના મોટા સમાચાર*
- Tej Gujarati
- July 11, 2023
- 0
300 વર્ષ ના અદ્ધભૂત સંત જેમને મળવા રામકૃષ્ણ પરમહંસ સામે થી ગયેલા
- Tej Gujarati
- August 20, 2023
- 0