રાત્રી ભોજન… દૂર થશે, શરદી, શ્વાસ મટી જશે.*

જાણ્યું છતાં અજાણ્યું. આપણે આજે ઘણા કામ કરવા યોગ્ય હોવા છતાં કરતા નથી. અને ના કરવાના કામ કરીએ છીએ. *ધર્મ અને આરોગ્ય ના વિષય માં* આવું વિશેષ જોવા મળેછે. *લગ્ન સમારંભ કે પાર્ટી માં* જાણતા હોવા છતાં ન ખાવા નું ખાઈએ અને *બહાનું આપીએ કે* મિત્રો ને ખરાબ લાગે, તેમનો આગ્રહ ખૂબ હતો. *બધાજ પારકા છે, પેટ પોતાનું છે. અંદર ભગવાન બેઠો છે. તે ભૂલી જઈએ છીએ.*
👉🏻
*ઉણોદરી* અને *ચૌવિહાર* એ *જૈન ધર્મ ના આયુર્વેદ માન્ય સિદ્ધાંતો* સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. *ચૌવિહાર એટલે* સૂર્યાસ્ત પછી પાણી કે ખોરાક નું સેવન કરવું નહિ. અને *ઉણોદરી એટલે* ભૂખ થી અડધું ભોજન કરવું.
👉🏻
*કમળ સમાન અંગ:* આપણા શરીર માં *હૃદય અને હોજરી* આ બંને અંગો એવા છે કે જેને *કમળ સાથે* સરખાવી શકાય. કાદવ માં ઉગતું ને *લક્ષ્મીજી નું આશ્રયસ્થાન* એવું કમળ એ *સુર્ય મુખી* છે. *સૂર્યાસ્ત પછી* તેનું *પોયણું બંધ થઈ જાય* ને *સૂર્યોદય પછી જ તે ખીલે* છે. તેવી જ સ્થિતિ આપણા આ બંને અંગો ની છે. સૂર્યાસ્ત પછી હોજરી ને નાના આંતરડા ખોરાક ને વલોવવા અને પચાવા નું કામ ધીમું કરી દેછે. અને સૂર્યાસ્ત પછી *હૃદય ની ગતિ એક્દમ મંદ કે ધીમી* થઈ જાય છે. આ વિષય નો *આયુર્વેદ ના શારંગધર સંહિતા અને સુશ્રુત સંહિતા માં ઉલ્લેખ* છે.
👉🏻
*રાત્રી ભોજન થી* દિવસે ને દિવસે અજીર્ણ- અપચો, કોલેસ્ટેરોલ, હૃદય રોગો, શરદી- શ્વાસ ના રોગો અને તેના આનુસંગિક રોગો* વધતા જોવા મળે છે. તેના *ઘણા કારણો છે. તેમાં નુ એક- આજનું રાત્રિ ભોજન છે. રાત્રી ભોજન કરવાથી ખોરાક પાચન યોગ્ય થતું નથી અને *ભોજન પાચન થાય તે પહેલા સૂઈ જવા થી* ને પાચન નબળું પડવાથી ઉત્પન્ન થતા આમદોષની હૃદય ને મગજ તરફ ગતિ થાયછે ને તેથી *માનસિક રોગો, આંખ- નાક- કાન- ગળા, દાંતના રોગો, શરદી ને શ્વાસના રોગો, હૃદય રોગો, પાચનની નબળાઈ* કાયમી ઘર કરી જાયછે.
👉🏻
*ઉણોદરી:* *પેટ ના ભરવું ચારે ખૂણે:* સામાન્ય કહેવત મુજબ ભોજન કરતી વખતે *કોઠા ના ચાર ભાગ* કરવા.
-બે ભાગમાં ખોરાક,
– એક ભાગમાં હવા ને એક ભાગમાં પાણી રાખીને ભોજન કરવું.
*પરંતુ આયુર્વેદ પ્રમાણે* તો હવા, પાણી ને ખોરાક એમ સરખા ભાગે કોઠા માં જગ્યા રાખવી. એટલેકે *કોઠા ના ત્રણ ભાગ* કરવા. આ *ઉણોદરી છે.* આવી રીતે ભોજન કરવાથી કોઈ બિમારી પાસે આવે જ નહિ. બધા જ *રોગો ના મૂળ કારણ જ અહી* છે.. માણસ પોતાના આત્મા ઉપર કાબુ રાખ્યા વિના પશુ ની જેમ પ્રમાણ થી *અધિક ભોજન* કરેછે તેને રોગો ના સમુહ નું મૂળ તેવો “અજીર્ણ” નો રોગ થાય છે. આ રોગ થી બચવાનો એક માત્ર *ઉપાય એટલે ઉણોદરી.*
👉🏻
*ગરમ પાણી:* ગરમ પાણી પીવાથી *આમદોષ નું પાચન થાય,* વાયુ શમન થાય, મળ- વાયુ નું અનુલોમન- નીચે તરફ ગતિ થાય, *કફ નિષ્કાસન* થાય, *અગ્નિ પ્રદિપ્ત* થાયછે. કોઈપણ વ્યક્તિ સરળતા થી અપનાવી શકે તેવું ઔષધ એટલે ગરમ પાણી છે. લગભગ રોગો ની તે દવા છે. *શરદી, ખાંસી ને શ્વાસ ના દર્દી માટે તો તે ઉત્તમ ઔષધ છે.*
👉🏻
આમ, *આ જૈન ધર્મ ના સિદ્ધાંતો સામાન્ય માનવી* પણ અપનાવશે તો સરળતા થી *તંદુરસ્તી પ્રાપ્ત કરશે* તે ચોક્કસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *