નૈરોબીના સ્પાઇન સ્પેશિયાલિસ્ટ ડો. કિરીટભાઈ શાહ ભારતના સ્પાઇનનાં દર્દીઓ માટે રાહતના સમાચાર લાવ્યાં

છેલ્લા 50 વર્ષથી નૈરોબી સ્થિત ડો. કિરીટભાઈ શાહ (સ્પાઇન સ્પેશિયાલિસ્ટ) આજે અમદાવાદમાં એક સેમીનાર માટે આવ્યા હતા. ભારતમાં સ્પાઇનની બીમારીથી પીડાતા દર્દીઓને ખૂબ જ મોંઘી અને કષ્ટદાયક સારવાર લેવી પડતી હોય છે. આવા સમયે યુરોપ તેમજ વિદેશમાં એક અલગ જ પ્રકારથી સ્પાઇનની બીમારીનો ઈલાજ લેસર ટેકનોલોજીથી કરવામાં આવે છે. આ ટેકનોલોજીથી દર્દીઓને કોઈપણ પ્રકારના વાઢકાપ કે એનેસ્થેસિયા વગર ખૂબ જ સહેલાઈથી નીડલ ટેકનોલોજી દ્વારા તેની સારવાર કરવામાં આવે છે. આ પ્રસંગે ડો. કિરીટભાઈ શાહે જણાવ્યું હતું, કે આ બીમારીને આપણી ભાષામાં ગાદી ખસી જવી તેવું કહેવામાં આવે છે. આ બીમારીમાં કમરમાં તેમજ પગમાં દુખાવો થવો, ખાલી ચઢી જવી તેવા જનરલ લક્ષણો દેખાય છે. જેમાં શરૂઆતના સ્ટેજમાં અત્યારની લેસર ટેકનોલોજી દ્વારા એક નીડલ નાખી અને ગાદીની એવી નસને બાળી નાખવામાં આવે છે, અને ત્યારબાદ ગાદીનું કેમિકલ પંચર કરી ઓપરેશન કે એનેસ્થેસિયા વગર તેમજ હોસ્પિટલાઈઝેશન કર્યા વગર પણ તેની આસાનીથી સારવાર કરવામાં આવે છે. ડો. કિરીટ શાહે વધુમાં જણાવ્યું હતું, કે લેસર ફાઇબર નીડલ નાખી અને ગાદીમાં તેને ટચ કરી અને તેમાં ગરમી ઉત્પન્ન કરવામાં આવે છે. અને જેના કારણે એ ભાગ બળી જાય છે. અને જેથી નસ ઉપર દબાણ ઓછું થાય, અને જે નાની-નાની જે નવું રિસેપ્ટર છે, તેને બાળી નાખવામાં આવે છે. જેના કારણે દુખાવો પણ ઓછો થાય છે. ની રિપ્લેસમેન્ટ એ ભારતમાં ખૂબ જ કોમન છે,જેમાં ભારતમાં લોકોની બેસવાની આદત મુખ્ય કારણ છે. અને પ્લસ ઓબેસિટી. એટલે મેદસ્વીપણું. આ બીમારી જેનું વજન વધારે હોય તેને થાય છે. તદુપરાંત પલાઠી વાળીને બેસવાની જે આદત છે, જે માટે એમ કહી શકાય કે 40 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિએ લાંબો સમય સુધી પલાઠી વાળીને ન બેસવું જોઈએ. ની રિપ્લેસમેન્ટ વધારે ઇન્ડિયામાં છે. છેલ્લા 50 વર્ષથી નેરોબીમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટર કિરીટભાઈએ જણાવ્યું હતું કે હાલમાં હું ગાંધીનગરમાં સ્પાઇન્સ ની કન્ફરન્સ માટે ભારત આવેલો છું. આ મિનિમમ સ્પાઇન સર્જરીમાં પેપર માટે હું અહીં આવ્યો છું અને મારું પેપર છે જે ગાદી હોય એને ઓપરેશન વગર બંધ કરી અને એની ટ્રીટમેન્ટ માટેનું પેપરનું રિઝલ્ટ કરવા આવ્યો છું. આ અમે યુરોપમાં ટેકનીક શીખેલી છે, અને આ ટેકનિક થી ખાલી એક ફાઇનલ 80 mm સોય નાખી અને વેપરાઇઝેશન કરે કે જેથી એનું વોલ્યુમ ઓછુ થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *