ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજને ૭૦ માં વર્ષમાં પ્રવેશ થવાના પ્રસંગે જીએલએસના એકઝીક્યુટીવ વાઈસ પ્રેસીડન્ટ સુધીર નાણાવટીએ તેનો લોગો તથા મેગેઝીનનું વિમોચન કર્યુ હતુ. ગુજરાત રાજ્યની સ્થાપના પહેલાની ૧૯૫૬ માં શરૂ થયેલી એચ.એ.કોલેજમાંથી ભણી ગયેલા વિદ્યાર્થીઓ આજે દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ,ખ્યાતનામ વકીલો, હાઈકોર્ટ તથા સુપ્રીમકોર્ટના જજીસ સરકારી અધિકારીઓ તથા સામાજીક કાર્યકારો તરીકે સેવાઓ આપી રહ્યા છે.આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ સુધીર નાણાવટીએ એચ.એ.કોલેજ દ્વારા મેળવેલી સિદ્ધિઓ જેમાં એકેડેમીક ,સ્પોર્ટ્સ,સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા સામાજીક સેવાઓ માટે કોલેજને અભિનંદન આપ્યા હતા. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે જીએલએસના સહયોગથી વિવિધ ક્ષેત્રે એચીવમેન્ટસ મેળવ્યા છે. ગુજરાતની પ્રથમ કોમર્સ કોલેજ જેને નેકની ચોથી સાયકલ પૂરી કરી હોય તેમાં પણ જીએલએસનો સિંહફાળો છે. સુધીર નાણાવટીએ ૧૯૫૬ થી સેવાઓ આપવા બદલ આચાર્યો, અધ્યાપકો, તથા અન્ય સ્ટાફનો આભાર વ્યક્ત કરી સમગ્ર વર્ષ દરમ્યાન યોજનારી વિવિધ પ્રવૃત્તિઓ માટે શુભકામના વ્યક્ત કરી હતી .આ નિમિત્તે કોલેજના નિવૃત્ત અધ્યાપકોનું સન્માન કર્યુ હતુ.આ પ્રસંગમાં જીએલએસના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર ચાંદની કાપડીયા, જી એલ એસ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ધર્મેશ શાહ તથા જીએલએસના રજીસ્ટ્રાર શશાંક શાહ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમનું સંચાલન પ્રા.મહેશ સોનારાએ કર્યું હતુ.
Related Posts
આજ નું રાશિફળ – 16 ઓક્ટોબર 2023 – ઓમ શ્રોત્રિય
- Tej Gujarati
- October 15, 2023
- 0
કાર ચાલકે બેદરકારી દાખવતા બાળકનું મોત
- Tej Gujarati
- July 15, 2023
- 0