દીકરીનો ઈશ્વરને લખેલો પત્ર ….- બીના પટેલ.

જાત -જાત અને ભાત -ભાતનાં મોબાઈલ ફોન અને બીજા કેટલાંય ઉપકરણો મારી આસપાસ હોવાં છતાંયે આજે તને પત્ર લખવાં બેઠી છું .કેટલીયે મનની વાતો ,કદાચ ખુલ્લાં મનથી ક્યારેય કોઈને નથી કીધી ,એને શબ્દોમાં પરોવી તને કહેવાં જઈ રહી છું .
એવી કેટલીયે લાગણીની અનુભૂતિઓ ,ઈશ્વર તને અને કેટલીક મીઠી ફરિયાદો ,મા તને જીવનભર કહી ના શકી ….!એ લખીને કહી રહી છું .
મા તારી અમુક વાતોનો અર્થ મને હવે સમજાય છે , એટલે થોડીક ફરિયાદ અને થોડીક કબૂલાત કરવાં તમને બન્નેને પત્ર લખું છું .

પણ સંબોધન શું કરું ..?એ સમજણ પડતી નથી એટલે ….!
કોઈ એક સંબોધનમાં તમને કેવી રીતે સમજાવું કે તમારા વગર હું મારી જાતને કેટલી અધુરી સમજુ છું ,એટલે આજે લખું છું .

પ્રિય ઈશ્વર …અને મારી પ્યારી મા,

પૃથ્વી પરની કોઈ પોસ્ટ કે કુરીયર સર્વીસ મારા આ પત્રને તારા સુધી નહીં પહોંચાડી શકે ,એટલે આ પત્ર તારી નજરની આસપાસ રહેતી મારી મા ને હું મોકલું છું .આ પત્ર પહેલાં મા વાંચશે પછી તને પહોંચાડશે ,એટલે એ પત્ર ખોલેલો હશે.
કેટલાંક અક્ષરો ઝાંખા હોય,અને જો તને ના ઉકેલાય તો એ અક્ષરો સમજવાની જહેમત લેજે …એ માના આસુંથી ભીંજાયેલા હશે . માને હું ઓળખું ને ..!!

જે ઉગ્યું છે એ આથમવવાનું છે ,એમ મને હંમેશા સમજાવવામાં આવ્યું છે , છતાંયે મા તારા વગર જીવવું અઘરું તો પડે છે .તારી અનઉપસ્થિતિ જીરવી નથી શકાતી .તે અમને અનાથ કે નોંધારા પણ નથી મૂક્યાં …!!
તોય તારી ગેરહાજરી દરેક પ્રસંગે વરતાય છે .
જીવનમાં મેં જે કાંઈ સફળતા પ્રાપ્ત કરી તેનું પ્રત્યક્ષ કે પરોક્ષ શ્રેય મા તને જ જાય છે .
પ્રિય ઈશ્વર ,જીવનમાં કોઈનું સારું ના થઇ શકે તો કાંઈ નહીં …પણ ખરાબ ક્યારેય ના કરાય આ વાક્યમાં સમાયેલો મારી મા નો
જીવનસંદેશ
આજેપણ મારા કાનમાં ગુંજે છે .મા ની અણધારી વિદાય મારી કારકિર્દીમાં મને સાહિત્યમાં રસ લેવાં માટે મજબુર કરી ગઈ .જીવન પ્રત્યેનો એનો અભિગમ હંમેશા સકારાત્મક રહ્યો . એના હોવાથી મને કેટલી હિંમત મળતી હતી , તને એ નહીં સમજાવી શકું .એને આટલી વહેલી તારી પાસે બોલાવીને તે એક દીકરી પાસેથી બીજું કેટલુંયે છીનવી લીધું ખાસ કરીને ,
મારા જન્મદિને મારા માથે મુકતો એ વ્હાલ ભરેલો હાથ બહુ મિસ કરું છું .મા ને તારી પાસે બોલાવી લઇને તે કાંઈ સારું કામ તો નથી જ કર્યું ….તને પણ એ હેતાળ સ્પર્શ અને વ્હાલની જરૂર પડી હશે એમ વિચારી તને માફ કરું છું .

પ્રિય ,ઈશ્વર …હું પૃથ્વીના કોઈપણ ખૂણે મારો જન્મદિન મનાવું ,
એના આશિર્વાદ વગર એ ઉજવણી અધૂરી જ છે .જન્મદિને કેક કાપી મોમાં પહેલો ટુકડો મુકતાં જ …અનેક ઘટનાઓ મારા સ્મૃતિપટ પર વ્હાલથી દોડી આવે છે .
વ્હાલ અને પ્રેમને જીવંત સ્વરૂપ ધારણ કરવાનું મન થયું હશે ત્યારે એ ,
મારી મા બની આવ્યાં હશે .મા તારી યાદ ના આવી હોય એવો જીવનનો કોઈ પ્રસંગ નથી ….પણ કેટલાંક ખાસ દિવસોમાં તો તારી કમી અસહ્ય લાગે છે .

પ્રિય ઈશ્વર ,તું પણ પૃથ્વી પર જયારે આવ્યો હોઈશ ત્યારે તે પણ મા નો ખોળો મુશ્કેલીના સમયમાં ખાસ ઝંખ્યો હશે …
માનો હાથ અને તારા હાથની એ અદભુત ઉર્જા તે પણ અનુભવી હશે .મા ના મોંમાંથી નીકળેલાં શબ્દો …બધું સારું થઇ જશે ,એ સાંભળીને આવતી આંખોમાં ચમક તે પણ જોઈ હશે , તો તે મારી જોડે આવો અન્યાય કેમ કર્યો …??

નથી જોઈતું મારે કોઈ તત્વજ્ઞાન …નથી જોઈતી સ્વર્ગની સીડીઓ ,મા તારા પ્રેમસ્મરણમાં રાચીને તને ગૌરવ અપાવી શકીયે એવા કાર્યો કરતા રહીયે …તારી પાસે માત્ર એવા શુભાશિષ માંગીયે છીએ .

પ્રિય ઈશ્વર ,જગતમાં તું ભલે પ્રકાશિત સૂર્ય બની ઝળહળતો રહીશ ,પણ મારી મા ના અંતરતમમાં પ્રકાશિત પોતાનાં બાળક માટેની
દૈવી જ્યોત મને વધુ અજવાળું આપી મારગ ચીંધે છે . તું ખોટું ના લગાડતો …
એક બાળક તરીકે મેં અને એક માનવી તરીકે જો મારી મા એ જાણ્યે -અજાણ્યે કોઈ અપરાધ થઈ ગચો હોય ,તો આ સાચા સગપણના સરોવરના પાણીની એક છાલક મારી માફ કરી દેજે .
મા તારા હૈયાનાં પારણે ઝૂલવાનું સૌભાગ્ય ફરી ક્યારે મળશે …??

છેલ્લે …પ્રિય ઈશ્વર તને અને માને એક જ પત્ર લખવાનું કારણ …તમારા બેઉમાં મને એક જ છબી દેખાય છે,
તું અને મા બન્ને મારા ગુરુ છો ,તમારાં બન્ને ના આશીર્વાદ મારા માટે જીવનની સાચી મૂડી છે .
એજ લિ ……તારી દીકરી.

બીના પટેલ

10 thoughts on “દીકરીનો ઈશ્વરને લખેલો પત્ર ….- બીના પટેલ.

  1. Fascinating blog! Is your theme custom made or did you download it
    from somewhere? A theme like yours with a few
    simple adjustements would really make my blog shine.
    Please let me know where you got your theme. Many thanks

  2. I don’t know if it’s just me or if everyone else experiencing problems with your website.
    It appears as if some of the text in your content are running off the screen. Can someone else
    please comment and let me know if this is happening to them
    as well? This may be a problem with my browser because I’ve had this happen previously.
    Appreciate it

  3. Thanks for finally talking about > દીકરીનો ઈશ્વરને લખેલો પત્ર ….- બીના પટેલ.
    – Tej Gujarati < Loved it!

  4. Hi, I do think this is an excellent blog. I stumbledupon it 😉 I’m going to return yet again since i have
    book-marked it. Money and freedom is the greatest way to change,
    may you be rich and continue to guide other people.

  5. Hey there just wanted to give you a quick heads up and let you know a
    few of the pictures aren’t loading correctly. I’m not sure why but I
    think its a linking issue. I’ve tried it in two different web browsers and both show the same results.

  6. Hello exceptional blog! Does running a blog like this take a
    great deal of work? I have no expertise in coding however I
    was hoping to start my own blog soon. Anyways, if
    you have any recommendations or tips for new blog owners please share.
    I understand this is off topic nevertheless I just needed to ask.
    Thanks a lot!

  7. Hello, Neat post. There’s a problem with your website in internet explorer, would check this?
    IE nonetheless is the market chief and a good component of other folks will leave out your magnificent
    writing due to this problem.

  8. Admiring the commitment you put into your blog and detailed information you
    present. It’s awesome to come across a blog every once in a
    while that isn’t the same unwanted rehashed material. Excellent read!
    I’ve bookmarked your site and I’m including your RSS feeds to
    my Google account.

  9. Hi, i believe that i noticed you visited my weblog thus i came to go back the
    choose?.I am attempting to to find things to enhance my
    site!I assume its adequate to use some of your ideas!!

  10. May I just say what a relief to discover someone who truly
    knows what they are talking about on the internet. You certainly realize
    how to bring a problem to light and make it important.
    More and more people have to read this and understand
    this side of your story. It’s surprising you’re not more popular since you surely
    have the gift.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *