વાવાઝોડા સંભવિત દરિયાકાંઠાના અને સંભવિત વિસ્તારોમાં આ વાતોનું ધ્યાન રાખીએ અને તેને અનુસરીએ

*આવો.. વાવાઝોડા સંભવિત દરિયાકાંઠાના અને સંભવિત વિસ્તારોમાં આ વાતોનું ધ્યાન રાખીએ અને તેને અનુસરીએ..*

*રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા સમયાંતરે અપાતી સૂચના- માર્ગદર્શિકાનું પાલન કરીએ અને સુરક્ષિત રહીએ.*

▪️ રેડીયો, ટીવી, સોશિયલ મીડિયા, છાપાંના માધ્યમથી અપાતી સૂચનાઓથી સતત માહિતગાર રહેવું.

▪️ સ્થળાંતર માટે તંત્રને સહકાર આપવો તેમજ રાહત-બચાવ કામગીરી માટે સ્થાનિક તંત્રની મદદ લેવી.

▪️ મોબાઇલ ફોન ચાર્જ કરી રાખવો તેમજ અગત્યના ટેલીફોન નંબર હાથવગા રાખવા.

▪️ સુકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં, ટોર્ચ અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો.

▪️ ભારે વરસાદ અને તીવ્ર પવનની પરિસ્થિતિમાં બહાર નિકળવાનું ટાળો.

▪️ જર્જરીત મકાન, ઝાડ, વીજળીના થાંભલા તેમજ દરિયા નજીક ઊભા રહેવું નહીં.

▪️ વાવાઝોડા દરમ્યાન વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવાં.

▪️ ક્લોરીનયુક્ત અથવા ઉકાળેલા પીવાના પાણીનો ઉપયોગ કરવો.

▪️ ખોટી અફવાહથી સાવધાન રહેવું. ખોટી અફવાહ ન ફેલાવવી.

▪️ મદદ માટે કન્ટ્રોલ રૂમ નંબર 1077 પર સંપર્ક કરશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *