તેં વિચાર્યું તે સઘળું થાશે ભૂલીજા માનવી તું, સૌ ઈશ્વર નું ધાર્યું થાશે, ઓ ગુગલિયા માનવી સમજી જા તું…
અખબાર પત્રો અને સોશ્યલ મીડિયા માં લખી લખી ને ક્યારેક ઘભરાવે અને ક્યારેક હરખાવે તું,
ઈશ્વર ની સઘળી જવાબદારી જાણે તું ખિસ્સા માં લઈને કાં ફરતો તું ,
તે વિચાર્યું સઘળું થાશે ભૂલી જાજે ગુગલિયા માનવી તું…
કુદરતી રચના ની કલ્પના કરતો ગૂગલ દેવ તું ,આજે વરસાદ અને કાલે વાવાઝોડું, સૂરજ દાદા ને આવવાની આગાહી કરતો તું, ભર ઉનાળે મેઘલીયો બની ધરતી પુત્રો ને ગભરવતો તું….
પણ અહીંયા બધું ઈશ્વર નું ધાર્યું થતું સમજી જા ગુગલીયા માનવી તું…
વિજ્ઞાન અને વિચાર સૌ ખોટા પડતા આ ઈશ્વર ની આગળ, સોશ્યલ મીડિયા અને સમાચાર પત્રો દ્વારા લખાતુ સઘળું રહી જવાનું આ કોરાં કાગળ….
અરે આપણે સૌ શું કરી શકીએ આ કુદરત ની આગળ ….
બીપોરજોય નામનું આ સંકટ ફંટાઈ જશે પાકિસ્તાન ભણી, ડંકા વગાડી કહ્યું હતું તેનું શું ? પણ ટકરાયું કચ્છ ની ધારદાર ધરા ઉપર અને રાજસ્થાન ની રેતાળ ધરતી ને મળવા વળી ગયું એનું શું ?…
તેં વિચાર્યું સઘળું થાશે ભૂલી જા તું, સૌ ઈશ્વર નું ધાર્યું થાશે , ઓ ગુગલિયાં માનવી સમજી જા તું…
કુલીન પટેલ ( જીવ )