બિપોરજોય વાવાઝોડા નાં અસરગ્રસ્તોને મોરારિબાપુ ની સહાય

       ગુજરાતનો દરિયા કિનારો અત્યારે બિપોરજોય નામક વાવાઝોડાનો સામનો કરી રહ્યો છે. વેરાવળ પોરબંદર દ્વારકા અને કચ્છના અનેક વિસ્તારોમાં અનેક લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે. મોરારીબાપુની રામકથા ની સાથે જોડાયેલા અનેક શ્રોતાઓ પૂજ્ય બાપુ ની વિનંતીને માન આપીને સ્વૈચ્છિક રીતે અત્યારે વિવિધ પ્રકારની સહાય પહોચાડી રહ્યા છે.
         પોરબંદર દ્વારકા જામનગર અને કચ્છ ના શ્રોતાઓ દ્વારા પૂજ્ય મોરારીબાપુ ની સુચનાનુસાર જે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમને ચિત્રકૂટધામ ટ્રસ્ટ ની હનુમાનજીની પ્રસાદી રૂપે ફૂડ પેકેટ અને અન્ય જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે. પોરબંદર શહેરમાં ૯૦૦ લોકોને ફુડ પેકેટ પહોંચી ગયા છે.  આ મદદ જ્યાં સુધી વાવાઝોની પરિસ્થિતિ પૂર્ણ પણે શાંત નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે. ગઈકાલે મુંબઈના જુહુ આ વાવાઝોડા ને લીધે તોફાની બનેલ  ખાતે દરિયામાં ચાર યુવાનો ડૂબી જતા તેમના પરિવારજનોને પણ કુલ મળીને રુપિયા ૮૦ હજારની સહાય અર્પણ કરી છે.
       આ સિવાય ગુજરાતનાં અન્ય સ્થળોએ પણ વાવાઝોડા સંદર્ભે કોઈ પણ પ્રકારની જરુરીયાત હોય તો તે પણ પહોંચાડવા માટે પૂજ્ય બાપુ એ સૂચના આપેલી છે.
Posted in All

2 thoughts on “બિપોરજોય વાવાઝોડા નાં અસરગ્રસ્તોને મોરારિબાપુ ની સહાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *