રાજકોટ: સૌરાષ્ટ્ર કચ્છ, ગુજરાતમાં ખાસ કરીને દરિયાકિનારા પર બીપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાયેલો છે . તા ૧૪-૧૫ જૂને આ વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળી શકે છે, ત્યારે આ બીપોર જોય વાવાઝોડાનું નામ પાડનારા ફૈબા કોણ છે? જાણો છો? આ બીપોરજોયનો અર્થ શું થાય એ ખબર છે? આવો જાણીએ બીપોર જોય નો અર્થ છે,ડિઝાસ્ટર એટલે કે આપદા. તેનો બીજો અર્થ થાય છે, બહુ જ ખુશી, બહુ જ આનંદ, અને આ વાવાઝોડાના ફૈબા છે બાંગ્લાદેશ. આપણે ત્યા નવા બાળકનો જન્મ થાય ત્યારે તેના ફૈબા નામ પાડે છે એ જ રીતે વાવાઝોડાના નામ જુદાજુદા દેશો પાડે છે.
આ વાવાઝોડાનું નામ રાખવાનું કારણ શું? આવો સવાલ થતો હશે, તો સંયુક્ત રાષ્ટ્રની એજન્સી વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠન(IM0)ના જણાવ્યા અનુસાર, કોઈપણ ભૌગોલિક સ્થાન પર અથવા સમગ્ર દુનિયામાં એક જ સમયે એકથી વધુ વાવાઝોડા આવે છે, જે સપ્તાહ કે વધુ સમય ચાલે છે. આ સંજોગોમાં વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં જોખમ, જાગરૂકતા,મેનેજમેન્ટ, અને બચાવકાર્યોને સુવિધાજનક બનાવવા માટે દરેક વાવાઝોડાને નામ આપવામાં આવે છે.
હિન્દ મહાસાગર ક્ષેત્રમાં વર્ષ ૨૦૦૪થી આવા તોફાનને નામ આપવાનું શરૂ થયું છે.આ ક્ષેત્રમાં આવતા આઠ દેશો ભારત, બાંગ્લાદેશ, માલદિવ્સ, મ્યાનમાર, ઓમાન,પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડનો તેમાં સમાવેશ થાય છે.
આવા તોફાનનું નામ રાખતા પહેલા એ જોવામાં આવે છે કે, તે અપમાનજનક કે વિવાદાસ્પદ ન હોય. ઉચ્ચારણમાં પણ આસાન અને યાદ રહી જાય એવુ નામ હોય,આ તોફાનનું નામ આઠ અક્ષરથી લાંબુ ન હોવુ જોઈએ,
પહેલા આ ચક્રવાતને નામ આપવાની પ્રથા ન હતી,આ પછી વૈજ્ઞાનિકોએ એક સ્ટાન્ડર્ડ પ્રક્રિયા બનાવી,ભારતનું IMD આ છ મોસમ કેન્દ્રો માં સામેલ છે.આ મોસમ કેન્દ્રો જ વાવાઝોડાના નામ આપે છે. એવા નામ કે જેનાથી કોઈની ભાવનાને ઠેસ પહોંચે નહી કે ક્યારેય રીપીટ થાય નહીં. (હેમેન ભટ્ટ, રાજકોટ દ્વારા)
8 thoughts on “આ વિનાશક વાવાઝોડાના ફઇબા કોણ છે, જાણો છો? બીપોરજોયનો અર્થ શું થાય એ જાણો છો?”