કલમ 370 નાબૂદી અને સુપ્રીમ કોર્ટનું અનુમોદન. – કાનન ત્રિવેદી.

સ્વ. શ્રી પ્રેમ નાથ ડોગરા જી, સ્વ. શ્રી બલરાજ મધોક જી, સ્વ. શ્રી શ્યામા પ્રસાદ મુખર્જી, સ્વ. શ્રી અટલ જી, સ્વ. શ્રી અરૂણ જેટલી જી અને ઈતિહાસ માં ઓઝલ થયેલ અનેક રાષ્ટ્રપ્રેમીઓ આજે શ્રી નરેંદ્ર મોદી જી, શ્રી અમિત શાહ જી, શ્રી અજિત દોવાલ જી, ભારતીય સશસ્ત્ર બળો અને અનામી ભારતીય નાયકો અને ભારતીય ન્યાય પ્રણાલી ને આશીર્વાદ આપી રહ્યાં હશે.

એક દેશ માં બે અલગ અલગ બંધારણ અને બે અલગ ધ્વજ કેવી રીતે હોઈ શકે !? પણ, આપણા આઝાદ ભારત ની એ વિડંબના હતી કે સ્વતંત્રતા મેળવ્યા બાદ રાજા રજવાડા અને રાજ્યો ની વિલિનીકરણ ની જટિલ સમસ્યા ઊભી થઈ ત્યારે, તત્કાલીન પ્રધાનમંત્રી નહેરુ એ ગંભીર રાજકીય ભૂલ કરી અને ધર્માંધ કટ્ટરપંથી નેતા શેખ અબ્દુલ્લા સાથે મૈત્રી નિભાવવામાં પોતાનો રાજધર્મ નિભાવવાનો ચૂક્યા અને ધારા 370 ને સ્વીકૃતિ આપી કશ્મીર ને અલગ રાજ્ય /બંધારણ ની માન્યતા આપી … દશકો સુધી તેના દુષ્પરિણામ આપણને ડંખતા રહ્યાં. એ વિધિ ની વક્રતા હતી કે 1950 ના દશક માં આઝાદ ભારત માં ” એક દેશ એક પ્રધાન એક વિધાન” માટે જમ્મુ કાશ્મીર માં રાષ્ટ્રપ્રેમીઓ એ “પ્રજા પરિષદ આંદોલન” કરવું પડ્યું હતું.. “એક ભારત” માટે અનેક નાગરિકોને ત્યારે સર્વોચ્ય બલિદાન આપવું પડ્યું હતું.

દશકો વીતી ગયાં પણ કોઈ પણ રાજકીય પક્ષ એ મુદ્દા ઉપર ધ્યાન આપતો નહોતો પરંતુ

“રાષ્ટ્ર પ્રથમ” ની વિચારસરણી સાથે આગળ આવેલ ભારતીય જનતા પક્ષે એક ઈતિહાસ બનાવ્યો અને કૉંગ્રેસ દ્વારા થયેલી અક્ષમ્ય રાજકીય ભૂલ ને સુધારી… 5/8/2019 ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જી એ ધારા 370 ને નાબૂદ કરી.

એ પછી પણ સરકારના એ નિર્ણય ને ખોટો સાબિત કરવા અને ધારા 370 ને પુનઃ પ્રસ્થાપિત કરવા ભારતીય કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ માં ગઈ.

આજરોજ તા. 11/12/2023 ના રોજ સુપ્રીમ કોર્ટે આર્ટિકલ 370ને લઇને પોતાનો ચુકાદો આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે કલમ 370 હટાવવાના નિર્ણયને માન્ય રાખ્યો છે, સાથે જ લદ્દાખને જમ્મુ કાશ્મીરથી અલગ કરવાનો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો છે. કોર્ટે ચૂંટણી પંચને સપ્ટેમ્બર 2024 સુધીમાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભામાં ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો છે.

આઝાદ ભારત નાં તત્કાલીન પ્રધાનમંત્રી નેહરુ એ કાશ્મીર અંગે કરેલી ઐતિહાસિક રાજનૈતિક ભૂલોને કારણે POJK નામ આજે અસ્તિત્વમાં છે.
કાશ્મીરમાંથી 370 નાબૂદ કર્યા પછી, બે નવા કાયદા દ્વારા, સમાજના દરેક વર્ગને સામાજિક અને રાજકીય સમાનતા મળે તે માટે એકીકૃત કાશ્મીરના નિર્માણ માટે પાયો આજે મજબૂત થઇ ગયો છે.
તમામ ભારતીય નાગરિકો માટે ને આ ચુકાદો સુખદ બની રહેશે.

અનુચ્છેદ 370 નાબૂદ થતાં અન્ય રાજ્યમાં વસતા નાગરિકો હવે જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકશે.

અગાઉ રાજ્યને વિશેષ દરજ્જો મળેલો હોવાથી અન્યત્ર વસતાં ભારતીયો ત્યાં જમીન ખરીદી શકતા ન હતા.

સરળ શબ્દોમાં… કોઈ પણ ભારતીય નાગરિક જો ગુલમર્ગમાં હોટલ ખરીદવા ઇચ્છશે તો ખરીદી શકશે અને ત્યાં રહેવા માટે ઘર ખરીદી શકશે સાથોસાથ ત્યાંની મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે.

અગાઉ કાશ્મીરમાં જન્મ ન થયો હોય તેવા નાગરિકોને કાશ્મીરમાં જમીન કે સ્થાવર સંપત્તિ ખરીદવાના અધિકાર ન હતા.

જો કોઈ કાશ્મીરી યુવતી અન્ય રાજ્યના યુવકને પરણે તો પણ કાશ્મીરમાં સંપત્તિ ધારણ કરવાના તેના અધિકાર છિનવાઈ જતા હતા.

આ સિવાય શહેરી જમીન (ટોચમર્યાદા તથા નિયંત્રણ) ધારો, 1976 પણ લાગુ પડશે, કોઈ વ્યક્તિ મહત્તમ કેટલી જમીન ધરાવી શકે તે અંગે નિયંત્રણ લાગુ પડશે.

જમ્મુ-કાશ્મીરમાં લઘુમતી સમુદાયના નાગરિકોને 16 ટકા અનામત મળી શકશે.

રાજ્યમાં હિંદુ, બૌદ્ધ, શીખ તથા જૈન લઘુમતીમાં હોવાથી તેમને નોકરીઓમાં અનામત મળશે.

હવે સુપ્રીમ કોર્ટના તમામ ચુકાદા જમ્મુ-કાશ્મીરની ઉપર પણ લાગુ પડશે.

જમ્મુ કાશ્મીર માં ભારતના રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રીય પ્રતીકોના અપમાનને હવે ગુનો ગણવામાં આવશે. અગાઉ ભારતીય રાષ્ટ્રધ્વજને સળગાવવાની ઘટનાઓ વારંવાર બનતી હતી.

આ સિવાય જમ્મુ-કાશ્મીરનો અલગ ઝંડો પણ હતો, જે રાજ્યની તમામ સરકારી ઇમારતો ઉપર ભારતના તિરંગાને સમાંતર ફરકાવવામાં આવતો હતો.

કેન્દ્ર સરકાર દ્વારા સંસદ મારફત જે કોઈ કાયદા બનાવવામાં આવશે, તે સીધા જ જમ્મુ-કાશ્મીર ઉપર લાગુ થઈ શકશે.

અગાઉ કેન્દ્ર સરકારને સંચાર, વિદેશનીતિ, સંરક્ષણ તથા અન્ય આનુષંગિક બાબતોમાં કેન્દ્ર સરકાર નિર્ણય લઈ શકતી હતી.

આ સિવાયની બાબતોમાં જમ્મુ-કાશ્મીરની વિધાનસભા નિર્ણય લઈ શકતી હતી (કે તેની મંજૂરીની જરૂરિયાત રહેતી.)

જોકે, હવે કેન્દ્ર સરકાર તમામ બાબતોમાં કાયદા ઘડી શકશે. ઉલ્લેખનીય છે કે, રાઇટ-ટુ-ઇન્ફર્મેશન ઍક્ટ અને રાઇટ-ટુ-ઍજ્યુકેશન જેવા કાયદા લાગુ થતા ન હતા.

આ ઉપરાંત બંધારણનો અનુચ્છેદ 35-અ નાબૂદ થઈ ગયો છે, જે હેઠળ જમ્મુ-કાશ્મીરના નાગરિકોને નોકરી તથા જમીન ખરીદીની બાબતમાં વિશેષાધિકાર મળેલા હતા.

આ સિવાય ‘કાયમી નાગરિકો’ને વ્યાખ્યાયિત કરવાના અધિકાર રાજ્યની વિધાનસભાને મળેલા હતા.

જમ્મુ-કાશ્મીરની પંચાયતોને અધિકાર મળશે. અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા જે આર્થિક સહાય મોકલવામાં આવતી હતી તે રાજ્ય સરકાર મારફત ગ્રામ પંચાયત સુધી પહોંચતી હતી.

જોકે, છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકારે સીધા જ નાણા ગ્રામ પંચાયતોને મોકલવાનું શરૂ કર્યું હતું.

બંધારણની કલમ 326 લાગુ પડશે. મતલબ કે અઢાર વર્ષથી વધુ ઉંમરના નાગરિકો મતદાન કરી શકશે.

આ સિવાય જમ્મુ-કાશ્મીરના નાગરિકોને વિશેષાધિકાર નાબૂદ થઈ ગયા છે.

જમ્મુ-કાશ્મીરને વિધાનસભાની સાથે (દિલ્હીની જેમ) વિશેષ રાજ્યનો દરજ્જો મળશે.

જ્યારે લદ્દાખ અલગથી (અંદમાન નિકોબારની જેમ) કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે અને તેની પોતાની વિધાનસભા નહીં હોય.

ઋષિ કશ્યપ નાં આશીર્વાદ સાથે પ્રભુ શ્રી શંકર ની ભૂમિ… જમ્મુ કાશ્મીર મુખ્ય રાષ્ટ્રીય પ્રવાહ માં આવશે અને આપણો દેશ “એક ભારત શ્રેષ્ઠ ભારત” બની અનેક નવી સિધ્ધિઓ સાથે આગળ વધશે.

मैं घाटी में नई रोशनी का संचार करने निकला हूं
मैं घायल घाटी के दिल की धड़कन गाने निकला हूं

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *