ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો આદિવાસીઑની કુળદેવી યાહ મોગી પાંડોરી માતાના શરણે
આરતી પૂજાદર્શન કરી માતાજીના આશીર્વાદ લઈ ચૈતર વસાવાને 2024ની લોકસભા જીતાડવાનો કરાયો સંકલ્પ
ચૈતર વસાવાના પત્ની, શકુંતલાબેન,અંગત મદદનીશ જીતેન્દ્ર અને ખેડૂત
મિત્ર રમેશ હજી પણ જેલમાં
ચૈતર વસાવા
છેલ્લા એક મહિનાથી ફરાર ધારાસભ્ય ભૂગર્ભમાં.
રાજપીપલા, તા.11
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દેતા
ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો છે. જયારે બધાજ રસ્તા બંધ થાય ત્યારે છેલ્લો આશરો ઈશ્વરનુ શરણું જ બાકી રહે છે. આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને જેલમાંથી છોડાવવાના તમામ પ્રયાસો કરવા છતાં તેમાં નિષ્ફ્ળતા મળતાં આપના કાર્યકર્તાઑ, સમર્થકોને હવે આદિવાસીઓની કુળદેવી યાહ મોંગી પાંડોરી માતા ને શરણે ગયા છે. સમર્થકોએ માતાજીને નારિયેળ, ચૂંદડી હાર અર્પણ કરી આરતી પૂજા કરીચૈતર વસાવાને 2024ની લોકસભા જીતાડવાનો કરાયો સંકલ્પ કર્યો હતો
જયારે બધાં રસ્તા બંધ થાય ત્યારે ઈશ્વરને શરણે જવા સિવાય બીજો કોઈ આરો બચતો નથી.ત્યારે પાંડોરી માતા આદિવાસીઑની કુળદેવી ગણાય છે. કહેવાય છે કે પાંડોરી માતા સૌની બાધા આખડી મનોકામના પૂર્ણ કરે છે
જે અનુસંધાને દેવમોગરા ખાતે આવેલા આપના સમર્થકો અને કાર્યકરો મોટી સંખ્યામાં દેવમોગરા ના પાંડોરી માતાના દર્શને પહોંચ્યા હતાં. માતાજીના દર્શન પૂજા અર્ચન કરી ચૈતર વસાવા અને તેમની પત્ની સહ આરોપીઑ બહાર આવે એવી પ્રાર્થના કરી હતીઅને ચૈતર વસાવાને સરકાર ગમે એટલા પરેશાન કરશે તો પણ 2024ની લોકસભા જીતાડવાનો સંકલ્પકરી કાર્યકરોને કામે લાગી જ્વા અનુરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ડેડીયાપાડા આપ ના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટે મોટો ઝટકોઆપ્યો છે.ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના આગોતરા જામીન હાઇકોર્ટે પણ ફગાવી દેતા ચૈતર વસાવાની મુશ્કેલી વધી જવા પામી છે.
દિવાળી પહેલાના વનકર્મીઓ પર હુમલાના કેસમાં પોલીસ પકડથી બચવા ભૂગર્ભમાં રહેલા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટમાંથી પણ રાહતમળી નથી. ‘આપ’ના ધારાસભ્ય ચૈતરવસાવા સામેના વનકર્મીઓ ૫૨ હુમલા અને હવામાં ફાયરિંગ કેસમાં હાઇકોર્ટેપણ આગોતરા જામીન અરજી નામંજુર કરી દીધી હતી
એક તરફ લોકસભા ૨૦૨૪ની ચૂંટણી નજીક આવી રહી છે
ત્યારે ચૈતર વસાવા સમક્ષ બે જ વિકલ્પ બચ્યા છે. હવે તેઓ આગોતરા મેળવવા
માટે સુપ્રીમમાં જાય અથવા
અથવા પોલીસ સમક્ષ
સરેન્ડર કરી રેગ્યુલર જામીન માટે ફરી સેશન્સ કોર્ટમાં અરજી કરી શકે અથવા ઈશ્વરને શરણે જાય.
ચૈતર વસાવા હજી પણ ભૂગર્ભમાં છે. તેમના પત્ની શકુંતલા વસાવા હજી પણ જેલમાં છે. ત્યારે તેમને જેલમાંથી બહાર કાઢવા કુળદેવી પાંડોરી માતાને શરણે ગયા છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા