કલાસર્જનનો અનોખો ત્રિવેણી સંગમ
શ્રાવણ માટે શિવજીના સુંદર ચિત્રો
કલાકારનો કલા સાથેનો સંબંધ પરમાત્મા સુધી પહોંચવા માટેની પ્રાર્થના સમાન હોય છે. જેમાં કલાકારના સંસ્કાર, સંસ્કૃતિ, આચાર – વિચાર તેમજ કલ્પના ઓનું પ્રતિબિંબ જોવા મળે છે. શ્રાવણ ના પવિત્ર મહિનામાં દેવાધિદેવ મહાદેવ ના જુદાજુદા સ્વરૂપો દર્શાવતા સુંદર ચિત્રોનું સર્જન કેન્વાસ પર સહજતા પૂર્વક જોવા મળ્યું. મોઝેક આર્ટમાં શિવજી તથા ગણેશજીના સર્જન જોવા મળ્યાં. જ્યારે યુનિક એમ્બ્રોઇડરી આર્ટ માં વિવિધતા જોવા મળી. જાણે વિવિધ કલાસર્જનનું ત્રિવેણી સંગમ.
ધ આર્ટ ગેલેરી અમદાવાદ ની ગુફા ખાતે સુંદર શોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું. જેમાંના ત્રણે કલાકાર મુંબઈ થી આવ્યા હતા. અમદાવાદ ની ગુફા ખાતે પોતાની કલાના સર્જનનો પરિચય કરાવ્યો.
આઈ. એ. એસ. નિધિ ચૌધરી કેદારનાથ ના દર્શન કરવા ગયા ત્યારે ત્યાં શિવજીના મંદિરમાં શિવ પર આધારિત ચિત્રોનું સર્જન કરવાની પ્રેરણા પ્રાપ્ત થઇ. તેઓએ શિવજી તથા નંદી, ધ્યાનસ્થ શિવજી, હિમાલયની બર્ફીલી ચોટીઓ, અદભુત સંગીતનું સર્જન કરવામાં મગ્ન શિવજી જેવા ઘણાં ચિત્રો નું ખૂબજ સુંદરતા પૂર્વક કરવામાં આવ્યું છે.
ડો, વીરી ગુપ્તા એ પોતાની કલામાં યુનિક એમ્બ્રોઇડરી આર્ટ
માં જુદાજુદા એનર્જીસર્કલ તૈયાર કર્યા છે. એલીફન્ટ, ભરતકામના સુંદર સર્જનો, ક્રિયેટિવ પણ , સુંદર ટ્રી નું સર્જન સાથે સૂર્યનારાયણને પણ ખુબજ નિપુણતા પૂર્વક દર્શાવ્યા છે.
નિકિતા તાતેરે પોતાના સર્જનમાં મોઝેક આર્ટ દર્શાવી છે. જેમાં સહજતા પૂર્વક નારી દર્શન, રાધા કૃષ્ણ, શિવજી, ગણેશજી ના ચિત્રો ફાસ્ટ ખુલ્લા રંગોમાં વિશેષતા દર્શાવે છે. સાથે સાથે ઊંચી ઇમારતોના સુંદર દ્રશ્યો પણ મોઝેક આર્ટ ધ્વારા દર્શાવ્યા છે.
આ સુંદર ગ્રૂપશોને પોતાના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય ધ્વારા આઈ. પી. એસ. વિધિ ચૌધરીએ ખુલ્લો મુકયો હતો. તેમજ વિવિધતા ધરાવતા આ કલા પ્રદર્શન તથા કલા વિષેનું મહત્વ જણાવ્યું હતું.
– વિનય પંડ્યા
તેજ ગુજરાતી
7 thoughts on “કલાસર્જનનો અનોખો ત્રિવેણી સંગમ”