૨૧ ફેબ્રુઆરી,૨૦૨૪
ગાંઘીનગર
ભેળસેળ વાળા દુધનો કૂલ ૫૦૦૦ લીટર જથ્થાનો જાહેર જનતાના હિતમાં નાશ જેની કિંમત અંદાજીત રૂ. ૨.૫૦ લાખ થવા જાય છે .
ઉપરોક્ત કરવામાં આવેલ રેડમાં ગામડીવાલા મિલ્ક પ્રોસેસર,ગાંધીનગર માંથી શંકાસ્પદ દૂધ અને દૂધ ની બનાવટના કુલ ૧૧ નમુના લેવામાં આવ્યા.
આ ઉપરાંત ગામડીવાલા મિલ્ક પ્રોસેસર,ગાંધીનગર ખાતે મળી આવેલ શંકાસ્પદ ચીઝ અને પનીર નો ૩૦૭ કિગ્રા જથ્થો કે જેની કિંમત આશરે રૂ. ૮૩,૦૦૦ થવા જાય છે તે જપ્ત કરેલ છે.
ગામડીવાલા મિલ્ક પ્રોસેસર, ગાંધીનગર ખાતે થી દૂધ માં પ્રતિબંધિત માલ્ટોડેક્ષટ્રીન પાઉડરનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો.
સ્થળ પર થી માલ્ટોડેક્ષટ્રીન પાઉડરની ૯ ખાલી બેગ તથા ૧ ભરેલી બેગ મળી આવેલ, જે દૂધ માં ભેળસેળની ગુનાહિત પ્રવૃત્તિ કરી હોવાનું પુરવાર કરે છે.
ગામડીવાલા મિલ્ક પ્રોસેસરનું લાયસન્સ તાત્કાલિક અસર થી સ્થગિત કરી પેઢીનું તમામ પ્રકારનું ઉત્પાદન બંધ કરાવતું ગાંધીનગર મહાનગરપાલિકાની ફુડ સેફ્ટી શાખા.
ગાંધીનગર ની પેઢી મે. ગામડીવાલા મિલ્ક પ્રોસેસર ગાંધીનગર, પ્લોટ નંબર-૧૦૧/૧/૧૪, જી. આઈ. ડી. સી. સેક્ટર- ૨૮, ગાંધીનગર ખાતે થી પૂરો પાડેલ હોવાનું જાણવા મળેલ જે હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર વડી કચેરીના ડેઝીગ્નેટેડ ઓફીસર અને ફુડ સેફ્ટી ઓફિસર અને ગાંધીનગર મ્યુ. કોર્પોરેશન કચેરીના ફુડ સેફ્ટી ઓફિસર તેમજ SOG ગાંધીનગર ટીમ (પોલીસ વિભાગ) દ્વારા સંયુક્ત પણે સફળ રેડ કરી શંકાસ્પદ ખાદ્ય પદાર્થના નમુના લેવાની કામગીરી કરવામાં આવેલ હતી. જે અન્વયે મે. ગામડીવાલા મિલ્ક પ્રોસેસર ગાંધીનગર દ્વારા ઉત્પાદીત દુધ તેમજ દુધની બનાવટો શંકાસ્પદ જણાતા ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ માં રહેલ મિલ્કોસ્ક્રેન નામના મશીન દ્વારા દુધની તપાસ કરતા પેઢી દ્વારા પેકીંગ કરેલ દુધમાં માલ્ટોડેક્ષટ્રીન પાવડરની ભેળસેળ જોવા મળેલ. જેના આધારે પેઢી ના મેનેજર શ્રી શુક્લા મહેન્દ્રભાઈ રામસુભાઈ ની હાજરીમાં દુધના કુલ ૦૭ (સાત) નમુના અને એડલ્ટ્રન્ટ તરીકે માલ્ટોડેક્ષટ્રીન પાવડરનો ૦૧ (એક) નમુનો એમ કુલ ૦૮ (આઠ) નમુના લેવામા આવેલ અને બાકી બચેલ તમામ દુધનો આશરે ૫,૦૦૦ લીટર જથ્થો કે જેની અંદાજિત કિંમત આશરે રુ. ૨.૫ લાખ થાય છે તે સ્થળ ઉપર જ જાહેર આરોગ્યનાં હિતમાં નાશ કરવામા આવેલ હતો. આ ઉપરાંત પેઢીમાંથી દુધની બનાવટો જેવી કે પનીર, ચીઝ ની પ્રાથમિક તપાસ કરતા શંકાસ્પદ જણાતા ચીજ ના ૧(એક) અને પનીર ના બે (૨) એમ કુલ ત્રણ (૦૩) નમુના લેવામાં આવ્યા હતા અને તે પનીર અને ચીઝ નો શંકાસ્પદ કુલ જથ્થો ૩૦૭ કિ.ગ્રા કે જેની અંદાજિત કિંમત રૂ. ૮૨,૯૭૬ થાય છે, તે શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે.
આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ
કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.