હર ઘર તિરંગા અભિયાન

હર ઘર તિરંગા અભિયાન :

ભારત આ વર્ષે પોતાની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યુ છે. જેના ભાગરુપે આખા દેશમાં 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી Har Ghar Tiranga અભિયાનની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી માટે જો તમારે ત્રિરંગો મેળવવો હોય, તો જાણો કઈ રીતે મેળવી સકાસે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા લહેરાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે. હર ઘર તિરંગો લહેરાવીને આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવામાં આવે છે. ભારતના સૌથી ભવ્ય તહેવારની ઉજવણી માટે ભારતીય ટપાલ વિભાગ ભારતીય રાષ્ટ્ર ધ્વજ રૂ. 25/- (20 ઇંચ x 30 ઇંચ) માં ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે. તમામ લોકોને તિરંગો મળી રહે તે માટે પોસ્ટ વિભાગ તરફથી તેનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.

ગત વર્ષે 15મી ઓગસ્ટના રોજ ‘હર ઘર તિરંગા’ (Har Ghar Tiranga Abhiyan) અભિયાન લોકોના મનમાં સ્વાતંત્ર્ય સંગ્રામની સ્મૃતિને જીવંત રાખવા, સ્વાતંત્ર્ય સંગ્રામના અજાણ્યા નાયકો અને ક્રાંતિકારીઓની યાદો અને દેશભક્તિની ભાવનાને જીવંત રાખવાના ઉદ્દેશ્ય સાથે અમલમાં મૂકવામાં આવ્યું હતું. દેશ પ્રેમ લોકોના મનમાં ઘર કરી જાય તે માટે આ અભિયાન અમલમાં મુકવામાં આવ્યો છે.

આ અભિયાનને દેશવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો. આપણા દેશના ગૌરવ અને સ્વતંત્રતા દિવસની ઉજવણીના આ અભિયાનની સફળતાને કારણે આ વર્ષે પણ કેન્દ્ર અને રાજ્ય ‘હર ઘર તિરંગા 2.0’ અભિયાન અમલમાં મૂકી રહ્યા છે.

આ ઝુંબેશ હેઠળ, નાગરિકો માટે ત્રિરંગા ધ્વજ ખરીદવાનું સરળ બને તે માટે, ભારતીય પોસ્ટ વિભાગે માત્ર 25 રૂપિયામાં ત્રિરંગા ધ્વજ ઉપલબ્ધ કરાવ્યા છે, સાંગલી પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડેન્ટ આર.પી. પાટીલે એક પત્ર દ્વારા આ માહિતી આપી હતી.

ગ્રાહકો ફ્લેગ ઓનલાઈન પણ ખરીદી શકે છે. ઓનલાઈન ખરીદી માટે ગ્રાહકોએ વેબસાઈટ www.epostoffice.gov.inwww.epostoffice.gov.in ની મુલાકાત લેવી રહેશે. આ ઝુંબેશનો જિલ્લાના તમામ નાગરિકોએ વધુમાં વધુ લાભ લેવા પત્રમાં અનુરોધ કરાયો છે.

9 thoughts on “હર ઘર તિરંગા અભિયાન

  1. Pingback: altogel gacor
  2. Pingback: rca77
  3. Pingback: เน็ต AIS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *