બ્રેકિંગ ન્યુઝ
મેડિકલના કોલેજ ના વિદ્યાર્થીઓ માટે સારા મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે GMERS કૉલેજોમાં સરકારી તેમજ મેનેજમેન્ટ ક્વોટામાં ફીમાં વધારો કર્યો હતો. જે મામલે સરકારે વિચારણા કર્યા બાદ GMERS કૉલેજોમાં ફી વધારાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. GMERS કૉલેજોમાં ફી વધારો કરવાના નિર્ણય અંગે વાલીઓ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. સરકારી ક્વોટાની ફી 5.50 લાખથી ફરી 3.30 લાખ કરી દેવામાં આવી છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની ફી 17 લાખથી ફરી 9.7 લાખ કરવામાં આવી છે. સરકારે ફી વધારો પરત ખેંચતા વાલીઓને મોટી રાહત થઈ છે.
વાલીઓએ જિલ્લા કલેક્ટરને આપિયા હતા આવેદન પત્રો :
GMERS મેડિકલ કૉલેજની ફીમાં વાલીઓની કમર તોડી નાખે તેવો વધારો કરવામાં આવ્યા બાદ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વાલીઓ તથા વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટર કચેરીએ જઈને કલેક્ટરને આવેદનપત્ર આપીને જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજની ફી માં જે વધારો ચાલુ વર્ષથી કરવામાં આવેલ છે તેને પાછો ખેચવામાં આવે તેવી માંગ કરી હતી. ફી વધારાને લઈને વાલીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
I think this is among the most significant information for me.
And i am glad reading your article. But want to remark on few general things, The website style is
wonderful, the articles is really great : D. Good job, cheers
Hi, Neat post. There is a problem with your web site in web explorer,
may test this? IE nonetheless is the market leader and a huge
part of people will omit your magnificent writing due to this problem.