પાકિસ્તાનનો હુમલો, ભારતીય સેનાનો જડબાતોડ જવાબ
પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ (BAT)એ ઉત્તર કાશ્મીરમાં LOC પર મચ્છલ (કુપવાડા) સેક્ટરમાં હુમલો કર્યો હતો. જેને ભારતીય સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો છે. હુમલામાં સામેલ BAT ટીમ અને SSG કમાન્ડો સહિત પાકિસ્તાની આર્મીના સૈનિકો હોવાની શંકા છે, જેઓ આતંકવાદી સંગઠનો સાથે નજીકથી કામ કરે છે. ભારતીય સેનાએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કર્યો છે. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.