ગંગામાં પૂર, વારાણસીમાં 500 મંદિર ડૂબ્યા
ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભારે વરસાદને કારણે ગંગા નદીના જળસ્તરમાં વધારો થયો છે. યુપીના બલિયામાં ગંગા ખતરાના નિશાનથી 1 મીટર ઉપર વહી રહી છે. તો વારાણસીમાં ગંગાનું જળસ્તર ગુરુવારે મોડી રાત સુધી 69 મીટરથી ઉપર ગયું હતું. જેના કારણે 85 ઘાટ ડૂબી ગયા. ઘાટના કિનારે આવેલા 500 મંદિરો પણ નદીમાં ડૂબી ગયા છે. હવામાન વિભાગે આજે પણ 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.