સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછું નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્રનું પરિણામ 11.94% આવ્યું

નર્મદા જિલ્લાનું ધોરણ 10 નું પરિણામ સામાન્ય 55.49% આવ્યું.

સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછું નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્રનું પરિણામ 11.94% આવ્યું

15 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું

રાજપીપલા, તા 25

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારામાર્ચ 2023માં લેવાયેલી નર્મદા જિલ્લાનું ધોરણ 10 નું પરિણામ 55.49% આવ્યું છે. જે ગત વર્ષ કરતાં 7% જેટલું ઘટ્યું છે.

જોકે સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછું નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્રનું પરિણામ 11.94% આવ્યું છે. નર્મદા જિલ્લામાં કુલ 16 કેન્દ્રમાં ધોરણ 10 ની પરીક્ષા લેવાઈ હતી. તેમાં સૌથી વધુ પરિણામ સાગબારા કેન્દ્ર 70.88% આવ્યું છે.તો સૌથી ઓછા કેન્દ્ર ઉતાવળી કેન્દ્રનું પરિણામ 11.94% આવ્યું છે.

કેન્દ્રવાર પરિણામ જોઈએ તો ડેડીયાપાડાકેન્દ્રનું પરિણામ 40.81%, રાજપીપળા 57.77%, તિલકવાડા 64.94%, સાગબારા 70.88%, જ્યારે કેવડિયા 50.82%, નિવાલદા 84.40 ટકા, પ્રતાપ નગર 39.08%,
સેલંબા 59.52 ટકા, માંગરોળ 58.02 ટકા, ગરુડેશ્વર 49.03%, જુના મોજદા 52.50 ટકા, જ્યારે ઉમરવા 60.67 ટકા,ઉતાવળી 11.94%, વાડવા 68.88%,બોરીયા 67.80 ટકા અને ટીંબાપાડા 41.30 ટકા પરિણામ આવ્યું છે.

નર્મદા જિલ્લામાં કુલ 6794 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં એ વન ગ્રેડમાં 6, એ ટુ ગ્રેડમાં 95, b1 ગ્રેડમાં 369, બીટુ ગ્રેડમાં 404, સી વન ગ્રેડમાં 1448,સી2 ગ્રેડમાં 886,ડી ગ્રેડમાં 65, ઇમાં ઝીરો, ઇવનમાં 1805, ઈ2માં 1221,ઈકયુંસી માં 3773આવ્યા છે. જયારે નર્મદા જિલ્લાનું કુલ પરિણામ 54.49 ટકા આવ્યું છે.
નર્મદા જિલ્લામાં 10% થી ઓછા પરિણામ વાળી ત્રણ શાળાઓ, 11 થી 20 ટકા પરિણામ વાળી પાંચ શાળાઓ,અને 21 થી 30 ટકાવારી સાત શાળા ઓ આવી છે.જ્યારે 15 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે .

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *