“માઁ “… આ શબ્દ કેટલો લાગણીશીલ છે .. કોઇ પણ બાળક બોલતાં શીખે ત્યારે તેને મુખેથી પહેલો શબ્દ માઁ હોઈ શકે …. એક જીવ માં થી બીજા જીવ ને જન્મ આપવાનું સર્જન ફક્ત માઁ જ કરી શકે ..
નવ મહિના ગર્ભ ને ધારણ કર્યા પછી ની પ્રસુતિ ની પીડા સાથે જન્મેલો સબંધ એટલે માઁ હોઈ શકે .. પ્રસુતિ ગૃહે થી શરુ થયેલી આ માઁ થી દાદી બનવાની સફર એક માઁ જ કરી શકે …
વેદના વખતે મોઢામાં થી નીકળતી ચીસ એ શબ્દ “માઁ ” જ હોઈ શકે …
“માઁબાપ નાં સંસ્કાર” શબ્દ ની આગળ પહેલો સંબંધ માઁ જ હોઈ શકે.. .
મન મોટું રાખી ને બધા સંબંધો ને સહન એક માઁ જ કરી શકે …
ગમે તેવા સંકટ માં હોવ ત્યારે તમને હૂંફ તો માઁ નો ખોળો જ આપી શકે… .
પિતા પુત્ર નાં મીઠાં ઝગડા માં પુત્રનો પક્ષ લઈને પિતા સાથે ઝગડો એક માઁ જ કરી શકે … બાળપણ ને ઉછેરવા રાતભર અડધી જાગતી અડધી સૂતી થાકેલા બપોર જેવી માઁ જ હોઈ શકે …. જુવાનીમાં મોડી રાત સુધી મુખ્ય દરવાજે સ્ટોપર મારવાની રાહ જોતાં જાગતી માઁ જ હોઈ શકે …
ઘરવાળી,દીકરી ,બહેન અને પાડોશણ માં થોડી થોડી બધે દેખાતી અને દિવસભર એક દોરડા પર ચાલતી નટ સરખી માઁ જ હોઈ શકે …
લગ્નપ્રસંગ ની વિદાય વેળાએ વિદાય આપી ધ્રુસકે ધ્રુસકે ખભો પલારે એ માઁ જ હોઈ શકે …
પારણા સાથે નો માતૃત્વ નો સીધો સબંધ માઁ નો જ હોઈ શકે ..
જયારે જયારે કસમ ખાવા નો પ્રસંગ આવે તે કસમ “માઁ કસમ” જ હોઈ શકે …
આવી બધી જ માઁ ને MOTHER’S DAY ની શુભકામના …
…………કુલીન પટેલ ( જીવ )