આપ ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મામલે નવો વળાંક

આપ ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મામલે નવો વળાંક

આપ ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળ્યા પણ ચૈતર વસાવા જેલમાંથી બહાર નહિ આવે

પત્નીને જામીન મળ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા સજોડે જેલમાંથી બહાર આવશે

ધારાસભ્ય ચૈતર વસાવા પણ પત્ની સાથે જેલમાં જ રહેશે

એમની પત્ની શકુંતલા બેન આ મામલે હજુ જેલમાં છે.તેમની જામીનની સુનવણી સુપ્રીમ કોર્ટમાં 24 જાન્યુઆરી છે

રાજપીપલા, તા.23

આપના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મામલે હવે એક નવો વળાંક આવ્યો છે.આપ ધારાસભ્ય ચૈતર વસાવાને જામીનતો મળ્યા પણ ચૈતર વસાવા મંગળવારે 23મીએ જેલમાંથી બહાર નહિ આવે. કારણકે એમનના પત્ની શકુંતલાબેન વસાવા પણ હજુ રાજપીપલાની જેલમાં છે.
તેમની જામીનની સુનવણી સુપ્રીમ કોર્ટમાં 24 જાન્યુઆરી થવાની છે.એટલે પત્નીને જામીન મળ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા સજોડે જેલમાંથી બહાર આવશેએવી શક્યતા જોવાઈ રહી છે.

જોકે ધારાસભ્ય દ્વારા પત્નીને મોરલ સપોર્ટ આપવાના પ્રયાસ સામે એમનો પત્ની પ્રત્યેનો અનોખો પ્રેમ દેખાઈ આવ્યો છે
ધારાસભ્ય ચૈતર વસાવા પણ પત્ની સાથે જેલમાં જ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વન કર્મચારીઓને માર મારવા અને ધમકાવવાના ગુન્હામાં અને હવામાં ફાયરિંગના ગુનામાં 14 ડિસેમ્બરથી આપ ધારાસભ્ય ચૈતર વસાવારાજપીપલાનજીક જીતનગરની જેલમાં છે

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ગુન્હામાં 8 આરોપીઓ માંથી 5 ને જામીન કોર્ટે આપી દીધા છે બીજા આરોપીના જામીન હજી બાકી છે.ચૈતર વસાવાની પત્ની સહિત ના જામીન નથી મળ્યા અને મામલો સુપ્રીમ કોર્ટ માં છેત્યારે વધુ એક દિવસ ચૈતર વસાવા જેલના રહે એમ જણાઈ રહ્યું છે.

જોકે ગઈ કાલે નર્મદા જિલ્લા પ્રિન્સિપાલ સેશન્સ જજ નેહલકુમાર જોષીએ બન્ને પક્ષોની દલીલો સાંભળી સોમવારે ચૈતર વસાવાને 12 શરતોએ જામીન મુક્ત કર્યા હતા.

શરતોમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ટ્રાયલ પૂર્ણ થતાં સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશી શકશે નહીં. તેઓ ભરૂચ અને નર્મદા જિલ્લા સિવાય બીજા ઠેકાણે રહી શકશે. જેના સરનામાં અને કોન્ટેક્ટ નંબર આપવાના રહેશે.તેમજ રૂપિયા 1,00,000 ના બે જામીન અને તેટલી જ રકમના જાત મુચરકા પર જામીન મુક્ત કરવામાં આવ્યા છે. તપાસ પૂર્ણ થઈ ચાર્જશીટ ન થાય ત્યાં સુધી ચૈતર વસાવાએ દર મહિનાની પેહલી તારીખે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં વોટ્સએપ કે અન્ય કોઈ માધ્યમથી હાજરી પુરાવવાની રહેશે. પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવો અને ગુજરાતની હદ છોડવી નહિ સહિતની 12 શરતોએ જામીન આપવામાં આવ્યા છે. જેનો ભંગ થશે તો જામીન રદ કરવાનો હુકમ કોર્ટે કર્યો છે

નર્મદા જિલ્લા ડિસ્ટ્રીકટ કોર્ટ માં જામીન અરજી મુકવામાં આવી હતીહાઈકોર્ટે તેમના જમીન
નામંજુર કર્યાં હતાં.તેમને મળવા રાજપીપલા જેલમાં દિલ્હીના મુખ્યમઁત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને મુલાકાત લીધી હતી

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *