પૂર્વધારણા. – ભાવિની નાયક.

આમતો સૂર્ય ઉગ્યાને લગભગ ચારેક કલાક થઇ ગયા હતા, પણ રવિવારના દિવસે આકાશ અને આલેખાની સવાર દસ વાગ્યા આસપાસ પડે. આજે સવાર સવારમાં આકાશનો ફોન રણક્યો. આકાશે ફોન ઉપાડ્યો તો સામે છેડે સવિતાબેન વાત કરતા હતા. ફોન પરની વાતચીત પછી આકાશે આલેખાને ઉઠાડીને સમાચાર આપ્યા કે મમ્મી આવતા અઠવાડિયે ગામથી અહીંયા આવવાની છે. સાંભળતાની સાથેજ આલેખા સફાળી જાગી ગઈ. “શું તારા મમ્મી અહીંયા આવે છે?” એના મોંમાંથી આ શબ્દો સરી પડ્યા. આપણે એમને દર મહિને પૂરતા રૂપિયા મોકલીએ છીએ તો પણ એ અહીંયા કેમ આવે છે ?આનો જવાબ આકાશે આંખોથી જ આપી દીધો. હવે મારે ઘર સાફ કરવું પડશે. તારા મમ્મી સ્વછતાની બાબતમાં ગાંધીજી ને પણ પાછળ મુકે એવા છે. આગિયારના ટકોરે રેખાબેન આવ્યા. રાહી હજી સુધી સૂતી હતી. રાહી આલેખા ને આકાશના બાગનું કુમળું ફૂલ હતી.રેખાબેન રાહીને સાચવવા ઉપરાંત ઘરનું થોડુંઘણું કામકાજ કરતા હતાં. આવતાની સાથે જ આલેખા રેખાબેનની સામે ભડકી ઉઠી. રેખાબેન કઈ બોલ્યા vina એમનું કામ કરવા લાગ્યા. એ દિવસ aakho આલેખા ઘરની સફાઈમાં અને રાહી સાથે લાગેલી રહી. પણ ઘરનું માત્ર ત્રીસ ટકા જ પતી શક્યું.બીજે દિવસે તો જોબ ચાલુ હતી. સવારે નાસ્તો કરીને બન્ને નીકળી ગયા. ઘર અને રાહી હવે રેખાબેનના ભરોસે હતા. આલેખાને સાંજે મોડું થયું હતું એટલે એ બહારથી જ જમવાનું લઇ આવી. રાહીને ખીચડી બનાવી જમાડી દીધી. બે tran દિવસ આમને આમ જ જતા રહ્યા. ચોથે દિવસે જયારે આલેખા ઘરે આવી ત્યારે ઘરની શકલ જ બદલાઈ ગયેલી.આલેખાએ ફ્રીજમાંથી પાણી લેવા ફ્રિજ ખોલ્યું તો તેમાં બધું સરસ રીતે ગોઠવેલું હતું. શાકભાજી સમરાઈ ગયા હતાં. પ્લેટફોર્મ પર ગરમાગરમ દાળ, ભાત, શાક, રોટલી બનાવેલા હતાં.તેને નવાઈ લાગી. તેણે આ વિશે રેખાબેનને પૂછ્યું તો જવાબ મળ્યો કે સવિતાબેન આવી ગયાં હતાં. તેમણે આ બધું જ કામ કર્યુ હતું ને ત્યારપછી એ રાહીને લઈને નીચેના ગાર્ડનમાં ગયાં હતાં. ત્યાંજ બેલ વાગ્યો. જોયું તો રાહી દાદી સાથે રમી રહી હતી.બન્ને ખુબ ખુશ હતાં. આલેખા તેમને પગે લાગી અને આ બધું કામ તમે કેમ કર્યુ એમ પૂછ્યું.ત્યારે સવિતાબેન બોલ્યા કે કેમ આ મારુ ઘર નથી? તુ જો મારા દીકરાના ખભે ખભો મીલાવીને ચાલતી હોય તો હું આપણું ઘર સાચવવામાં તને મદદ ન કરી શકું? આલેખાની આંખમાં તેણે કરેલા વિચારનો પસ્તાવો દેખાઈ રહ્યો હતો. એ દિવસે આkho પરિવાર સુખેથી જમ્યો. જમીને આકાશે આનંદનો ઓડકાર ખાધો. માં ના હાથની રસોઇ આગળ પાંચ પકવાન ફીકા પડે. બીજા દિવસની આલેખાની સવાર કૂકરની સીટી સાંભળી પડી.એ પોતાના રૂમમાંથી બહાર આવી ત્યારે સવિતાબેને એને ચા અને ગરમ ભાખરી નાસ્તામાં આપી.આલેખા ને sasuma એક માં ના દર્શન થયા.તેણે કહ્યું હું ચા નાસ્તો કરીશ જો તમે પણ મારી સાથે નાસ્તો કરવા bessho. બન્ને જણને સાથે નાસ્તો કરતા જોઈ આકાશ ખુશ થઇ ગયો. બન્ને સાસુ વહુએ સાથે મળીને રોટલી કરી અને ટિફિન ભર્યા.આકાશ આલેખા જોબ જવા નીકળ્યા. સવિતાબેન રાહી સાથે રમવા લાગ્યા.રમતા રમતા તેને દૂધ પીવડાવ્યું. નવડાવી ધોવડાવીને ફૂલ ફૂલ બાબો બનાવી દીધી.રેખાબેને આવીને સવિતાબેનને કહ્યું કે તમે તો મારુ કામ પણ કરી નાખ્યું હવે તમે આરામ કરજો હું બધું જ કરી નાંખીશ.સાંજે આલેખા આવી ત્યારે સવિતાબેને તેનું સ્વાગત ગરમ ચા થી કર્યુ.રસોઇ અડધી બની ગઈ હતી ને અડધી બન્ને એ મળીને બનાવી.જમવાનું પતાવીને બધા આંટો મારવા નીકળ્યા. સવિતાબેન તો શહેરનો ટ્રાફિક જોઈને નવાઈ જ પામી ગયા.વળતા સવિતાબેનનો પ્રિય આઈસ્ક્રીમ ખાઈને આવ્યા.લગભગ અઠવાડિયા સુધી આવું ચાલ્યું.સન્ડે બધા પીકનીક પર પણ ગયા ને ખુબ મજા કરી.રાહી તેના દાદી સાથે ખુબ ખુશ રહેતી હતી.દસ દિવસ પછી એક સાંજે સવિતાબેને આકાશ અને આલેખાને બોલાવીને કહ્યું કે હવે તે ગામ પાછા જવા માંગે છે ત્યારે બન્ને ના મોં પર એક ઉદાસીનતા છવાઈ ગઈ. આલેખાએ તો પૂછી પણ લીધું કે મમ્મી તમને અહીંયા કોઈ પ્રોબ્લેમ છે?,તમને બહુ કામ પહોંચે છે? સવિતાબેન હસતા હસતા બોલ્યા પોતાના ઘરના કામનો ભાર શેનો ? તો પછી કેમ જવાની વાત કરો છો ?અમારી સાથે તમને નથી ફાવતું ?જવાબમાં સવિતાબેને એક સુંદર હાસ્ય વેર્યુ.મમ્મી અમને હવે તમારી આદત પડી ગઈ છે. હું તમને ઘરકામમાં બધીજ મદદ કરાવીશ.તમે કઈ ન કરતા. રાહી સાથે સમય પસાર કરજો.અમે તમને કઈ તકલીફ નહીં પડવા દઈએ,પણ પ્લીઝ તમે ગામ ન જાઓ.આલેખા એકી સાથે આટલું બોલી ગઈ.આકાશને કઈ બોલવાની જરૂર જ ન પડી.એ ખાલી આલેખાના શબ્દો સાંભળતો હતો. આપણે સાથે અહીંયા જ રહીએ મમ્મી આકાશે સુર પુરાવ્યો.આ સાંભળી સવિતાબેનની આંખમાંથી આંસુ આવી ગયા.બીજા રવિવારે આખો પરિવાર ગામ જઈને બાકીનો સામાન લઇ આવ્યો.સવિતાબેનને આકાશ સાથે જતા જોઈને ગ્રામજનો પણ ખુશ થઇ ગયા.એ આનંદ તેમની એકલતા દૂર થવાનો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *