નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડ નાં નવા સત્ર ની શરૂઆત માં શાળા પ્રવેશોત્સવ યોજાયેલ જે અંતર્ગત સંસ્થા નાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ અને શહેર ની અન્ય સંસ્થા ઓ નામે…સદભાવના,ડો.જીત મહેતા,ટ્રુ લાઈફ,ફ્રીડમ નાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ ને એજ્યુકેશનલ કીટ આપવા માં આવી હતી.જે નેશનલ ઈન્સટીટયુટ ફોર ધ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન વીથ ઈન્ટેલેકચયુઅલ ડીસેબલ્ડ, સીકંદરાબાદ ધ્વારા આપવા માં આવી હતી.
આ કીટ સમાજ સુરક્ષા નાં અધિકારી જીતલ બેન અને સંસ્થા નાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ડો.સુભાષ આપટે અને NIEPID,નવી મુંબઈ નાં અધિકારી શ્રી જ્ઞાનેશ્વર સર નાં હસ્તે આપવા માં આવી હતી.આ કીટ નાં એજ્યુકેશનલ સાધનો નાં ઉપયોગ થી મનોદિવ્યાંગ લાભાર્થીઓ નાં સર્વાંગી વિકાસ માં મદદ મલી રહેશે.