બિપોરજોય વાવાઝોડુ કલાકોમાં પ્રચંડરૂપ ધારણ કરી આ વિસ્તારો તરફ વધશે. – સુરેશ વાઢેર.

ચક્રવાતી તોફાનની ઝડપ હજુ પણ વધે તેવી સંભાવનાઓ 
પોરબંદર, કચ્છ અને જામનગરમાં પવનની તીવ્રતા વધી
દરિયાઈ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો.
બિપોરજોય વાવાઝોડુ કલાકોમાં પ્રચંડરૂપ ધારણ કરી ગુજરાતના વિસ્તારો તરફ વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. એ પછી 13-14 જૂન દરમિયાન તેની તીવ્રતા વધીને 50-70 કિમી પ્રતિ કલાકની થશે. પોરબંદર, કચ્છ અને જામનગરમાં પવનની તીવ્રતા 75 કિમી પ્રતિ કલાક થઈ શકે છે.
બિપોરજોય વાવાઝોડાને લઈને સ્કાઈમેટે જણાવ્યું હતું કે,ગુજરાતના દરિયા પટ્ટામાં પવનનો જોર વધશે તેમજ 80થી 90 કિમીની ઝડપે પવનફૂંકાઈ શકે છે. સ્કાઇમેટ અનુસાર 12થી 15 જુન સુધી પવનની ગતિ 110 પહોંચી શકે છે. ચક્રવાતી તોફાનની ઝડપ હજુ પણ વધે તેવી સંભાવનાઓ છે. નલિયા, દ્વારકા, ઓખા અને વેરાવળ સહિતના કેટલાક વિસ્તારોમાં હવાની ગતિ વધશે. તેમજ કેટલાક વિસ્તારમાં વરસાદ આવવાની પણ સંભાવના છે.
શનિવારના દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં બિપોરજોયની અસર હેઠળ દ્વારકા અને પોરબંદરના દરિયામાં કરંટ વધ્યો હતો અને તેના કારણે દરિયામાં 15 ફૂટ સુધીના ઊંચા મોજા ઉછળ્યાં હતા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બિપોરજોય સાઈક્લોન પોરબંદરથી આશરે 550 કિમી જેટલું દૂર છે. તકેદારી માટે તંત્રએ અહીંયા બીચ અને ચોપાટીને સામાન્ય લોકો માટે બંધ કરી દીધા છે. આ ઉપરાંત સંભવિત વાવાઝોડાની પૂર્વ તૈયારી માટે NDRFની ટીમો પણ મોકલવામાં આવી છે.
તો બીજી તરફ ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વસસાડ, નવસારી અને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો હતો. ત્યારે દેશનાં પશ્ચિમી રાજ્યો માટે ચિંતાનું કારણ બનેલા બિપરજોય વાવાઝોડાએ પોતાની દિશામાં આંશિક બદલાવ કરી દેતા ફરી કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યુ છે. તેની દિશા અને તેની તીવ્રતા અંગે આગામી 24 કલાકમાં ચોક્કસ માહિતી મળશે.
સિવિયર સાયક્લોન વધારશે મુશ્કેલી

બિપોરજોય વાવાઝોડું બન્યું વધુ સિવિયર સાયકલોન બની રહ્યું છે. જેના કારણે ગુજરાતના દરિયાકાંઠા માટે ચિંતાના સમચાર સામે આવી રહ્યા છે. હાલમાં બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી 620 કિમી દૂર છે. તેમજ સતત દિશા બદલી રહેલા વાવાઝોડાની દિશા હાલ ગુજરાત અને પાકિસ્તાનની વચ્ચે જોવા મળી રહી છે. વાવાઝોડું 9 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધતું છે. અરબી સમુદ્રમાં દક્ષિણ – પશ્ચિમ પોરબંદર તરફ વાવાઝોડાની ગતિ છે. તેમજ 24 કલાકમાં વાવાઝોડાના લેન્ડફોલની દિશા ખબર પડશે. આ કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદની સંભાવના છે.  આગામી 36 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે. 
દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ.

શનિવારે અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. જ્યાં એક તરફ વાવાઝોડું દક્ષિણ પ્રશ્ચિમ પોરબંદરથી 600 કિલોમીટર દૂર છે. હવે ધીમે ધીમે નજીક આવી રહ્યુ છે. વાવાઝોડું ગુજરાતને ઘસરકો કરશે પણ જખૌ પર જોખમ હજુ પણ છે. આગામી ત્રણ દિવસ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ગરમી સાથે વરસાદી માહોલ

ગુજરાત એકસાથે 3 આફતનો સામનો કરી રહ્યું છે. જેમાં જુદા જુદા વિસ્તારોમાં કુદરતના 3 રૂપ જોવા મળી રહ્યા છે. જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 41 ડિગ્રીને પાર ગરમી છે તો બીજી તરફ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે જ્યારે ચોમાસા પહેલા આફતના વરસાદની છે આગાહી છે તેની સાથે જ ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડા બિપોરજોયનું જોખમ જોવા મળી રહ્યું છે. તો દરિયામાં ભારે કરંટ, ઉંચા મોજા અને કાંઠે તેજ પવન જોવા મળી રહ્યો છે. 
રાજ્યમાં બે દિવસ બાદ પવનની ગતિમાં વધારો થઇ શકે છે. ગુજરાતમાં પોરબંદરથી 620 કિમી દૂર બિપોરજોય, દરિયાકાંઠે તંત્ર સતર્ક થયું છે. જેના માટે ગાંધીનગરમાં સતત બેઠકોનો દોર પણ શરૂ થયો છે. ગુજરાતમાં આગામી 3-4 દિવસ દરમિયાન બિપોરજોય સાઈક્લોનના સંભવિત જોખમો સામે તંત્રની તૈયારીઓ અંગે શુક્રવારે મોડી સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં દરિયાઈ પટ્ટીના જિલ્લાના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા અને વાવાઝોડાને લઈને વર્તમાન સ્થિતિ તેમજ કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે તે અંગેની ચર્ચા કરી હતી.

દક્ષિણ ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈને અસર

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈને અસર દેખાવા માંડી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વાતાવરણમાં કેટલેક અંશે બદલાવ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને પણ સાવધ રહેવા માટે સૂચન કરી દીધું છે. આ અંગે સુરતના ઈન્ચાર્જ કલેક્ટરે જણાવ્યું હતું કે, વાવાઝોડું પોરબંદરથી 830 કિમી દૂર છે, જે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે.
દ્વારકા, પોરબંદર, વેરાવળમાં સૌથી વધુ અસર થવાની સંભાવના
વાવાઝોડા અને વરસાદને લઈ તંત્ર સતર્ક
દરિયા કિનારા વિસ્તારના ગામડાઓને એલર્ટ કરાયા
દ્વારકાના દરિયાના પાણીનો એકાએક કલર બદલાયો.

ગુજરાતમાં પણ વિવિધ ભાગોમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી શકે છે, સંભવિત વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. બીજી બાજુ દ્વારકાના દરિયામાં વાવાઝોડાની અસર જોવા મળી છે. દ્વારકાના દરિયાના પાણીનો એકાએક કલર બદલાયો હોવાનું જાણવા મળી રહ્યું છે અને દરિયો તોફાની બન્યો છે. દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી આ વાવાઝોડું 510 કિલોમીટર દૂર છે. આ વાવાઝોડું ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. બિપોરજોય વધુ આક્રમક બનીને આગળ વધી રહ્યું છે. બંદરો પર હાલ ભયજનક 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બિપોરજોયને લઈને ગુજરાતના તમામ જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ છે.
દ્વારકામાં બિપોરજોય વાવાઝોડાના કારણે લોકોને સતર્ક રહેવા માટે સૂચના અપાઇ છે. બિપોરજોય વાવાઝોડાનો ગુજરાત પર ખતરો વધતો જાય છે. ત્યારે દ્વારકા, પોરબંદર, વેરાવળમાં સૌથી વધુ અસર થવાની સંભાવના છે.

દરિયા કિનારા વિસ્તારના ગામડાઓને એલર્ટ કરાયા

વાવાઝોડા અને વરસાદને લઈ તંત્ર સતર્ક થયુ છે. તેમજ લોકોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે. તથા માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક આદેશ આપવામાં આવ્યા છે. ગોમતી ઘાટ પર દરિયાની ખૂબ ઉંચી લહેરો ઉઠી છે. સાથે જ દ્વારકામાં ભારે પવન ફૂંકાવાની શરુઆત થઇ છે. તેથી દરિયા કિનારા વિસ્તારના ગામડાઓને એલર્ટ કરાયા છે.
Suresh vadher
9712193266

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *