પ્રેસ નોટ
10/05/2023- બુધવાર
ડ્રીમ આર્ટ વલ્ડૅ- ભારત અને જેપી કોઇરાલા ફાઉન્ડેશન આર્ટ એન્ડ કલ્ચરલ -(નેપાલ) દ્વારા ઈન્ટરનેશનલ આર્ટ કેમ્પ અને એકઝીબીશન 2023 નુ આયોજન જનકપુર નેપાળમા થયું.
ડ્રીમ આર્ટ વલ્ડૅ ના સ્થાપક સ્વપ્નીલ આચાર્ય અને જે પી કે એફ ના પ્રેસિડેન્ટ સુજાતા કોઇરાલા સાથે બેવ દેશના આર્ટીસ્ટો ને મંચ અને નવી ઓળખ મલે તથા બેવ દેશના આર્ટીસ્ટો વચ્ચે સારા સંબંધ અને એક બીજાની આર્ટ નુ આદાનપ્રદાન કરી શકે એ આશયથી “પીસ ફોર ઓલ” નામ થી આયોજન કરવામાં આવ્યું હતું.
આ એકઝીબીશન નુ ઉદઘાટન માનનીય સુનીતા યાદવ (મીનીસ્ટર ઓફ ટુરીઝમ, ફોરેસ્ટ ,ઇન્ડસ્ટ્રી -મધેષ પો્વીસન, નેપાળ) ના હસ્તે ૬ મેં ૨૦૨૩ બપોરે 2 વાગ્યે લાઇવ પેઇન્ટિંગ કરી રામાનંદ યુવા કલબ,જનકપુર મા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જે 9 મેં ૨૦૨૩ સુધી ચાલુ હતું.
જેમાં ભારત , નેપાળ, ઓસ્ટ્રેલિયા, ઇઝરાયેલ, ઇન્ડોનેશિયા, બાંગલાદેશ, ટુનસીયા, યુ એસ એ, કોરીયા એમ ૯ દેશના ૪૨ આર્ટીસ્ટો એ ભાગ લીધો હતો.આ એકઝીબીશન અલગ અલગ મીડિયમના ચિત્રો પ્રદશિર્ત થયા હતા.
ભારત થી અનુજા નવનાગે, આકાંક્ષા ઠાકુર,પ્રાચી જયસીગ આયરે,શરયુ અમોડા, કલ્પના ગામીત, વિધી શાહ, અમીષા નયનભાઈ ઉપાધ્યાય, રાજેશ રાઠવા, રાજેન્દ્ર પી. ડીંડોરકર, અવની આર. ડીંડોરકર, નાગેશ ચવાણ, રમેશ હાલારી, હસમુખ રાવલ, દિયા શાસ્ત્રી, દિવા શાસ્ત્રી, અજોય કુમાર સરકાર, આશિષકુમાર જડિયા, સાન્વી સંઘવી, વલ્લભભાઈ પરમાર, મુન્નાલાલ દેવદાસ, માધુરી રાજ સિંહ, રવીન્દ્ર પુંડલીક નકોડ, અનિલ કુમાર યાદવ, નૂતન ઝા, બબિતા દેવી, સ્વપ્નિલ આચાર્ય આર્ટીસ્ટો એ ભાગ લીધો હતો.
ભારત થી ૨૦ આર્ટીસ્ટો નેપાળ સાથે આવ્યા હતા .
નેપાળ આવેલા આર્ટીસ્ટો ને માનનીય સરોજ કુમાર યાદવ ( ચીફ મીનીસ્ટર ઓફ મધેષ પો્વીસન,નેપાળ) ના હાથે સર્ટીફીકેટ અને મોમેન્ટસ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા તથા તેમની કલા ને નીહાળી આનંદીત થઇ સૌને શુભેચ્છા પાઠવી હતી.
શો ના આર્ટ કયુરેટર સ્વપ્નીલ આચાર્ય ને માનનીય સરોજ કુમાર યાદવ દ્વારા શો ને સફળ કરવા બદલ પશંષાપત્ર અને એવોર્ડ આપી સન્માન કર્યું હતું.
જેપીકેએફ ના નેપાળ ના કોઓડીનીટર શ્યામ સુદર યાદવ હતા.
આ શો દરમિયાન એક દિવસીય વર્કશોપ અને લાઇવ પેઇન્ટિંગ નુ પણ આયોજન કરવામાં આવ્યું હતું, તથા કેમ્પ દરમિયાન આર્ટીસ્ટો એ જાનકી મંદિર, ધનૂષાધામ, ગંગા સાગર, બાણ ગંગા જેવા ઇતિહાસીક સ્થળો એ મુલાકાત લીધી હતી.
સ્વપ્નીલ આચાર્ય :- 9099902033
ફાઉન્ડર ઓફ ડ્રીમ આર્ટ વલ્ડૅ, આર્ટ કયુરેટર, લેખક.