ભાવનગર નિષ્કલંક મહાદેવ ખાતે ભાદરવી અમાસ નો મેળો પ્રારંભ

મહાભારત કાળમાં યુદ્ધ પછી પાંડવો સમુદ્રમાં આવેલા નિષ્કલંક ખાતે સ્નાન કરીને પાપમુક્ત થયા હોવાની લોકવાયકા સાથે ભાવનગર નજીકના આ સ્થળે વર્ષોથી શ્રાવણ વદ અમાસે ‘ભાદરવી અમાસ’નો લોકમેળો ભરાય છે. જેમાં ગુજરાતભરનાં ભાવિકો રવિવારે બપોર પછીથી જ આગમન શરૂ કરી દઈને સોમવારે વહેલી સવારે સમુદ્રમાં ઓટ આવ્યા બાદ અંદર શિવલિંગના દર્શન કરીને નિષ્કલંક થશે. પ્રતિ વર્ષ આ ભવ્ય લોકમેળો માણવા ૨ લાખથી વધુ લોકો ઉમટી પડે છે.

 

ભાવનગર શહેરથી ૨પ કિ.મી. દૂર કોળિયાક ગામની નજીક આવેલું આ સામુદ્રિક સ્થાન પર્યટકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે. બે દિવસ સુધી ચાલતા આ લોકમેળામાં રવિવારની રાત્રે તંત્ર દ્વારા મનોરંજનના સાધનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સમુદ્ર કિનારે પણોરેતીમાં જમ્બો એલસીડી સ્ક્રીન મુકવામાં આવશે. ઉપરાંત અસાધારણ ટ્રાફિક વ્યવસ્થાને પહોંચી વળવા મેળાના સ્થળથી દૂર ગુંદી ગામ ખાતે વાહનો મુકવાના પાકિગ બનાવવામાં આવ્યા છે. જ્યાંથી લોકો પગપાળા કોળિયાક ગામ થઈને મેળાના સ્થળે સમુદ્ર કિનારે પહોંચશે.

 

“ભાદરવી અમાસ” નિમિત્તે, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા કોળીયાક માટે 55 વધારાની બસો ફાળવવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *