એચ.એ.કોલેજને બેસ્ટ પ્રોજેક્ટ એકઝીબીશન સ્પર્ધામાં સ્થાન મળ્યુ.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ દ્વારા સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી આયોજીત “બેસ્ટ પ્રોજેક્ટ એકઝીબીશન” સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ૩૫ થી વધારે સંસ્થાઓ જોડાઈ હતી. એચ.એ.કોલેજના ૧૫ વિદ્યાર્થીઓએ ૩ ટીમનું નેતૃત્વ કર્યું હતુ.જેમાં ઠેંગા,સ્કીઝ એન્ડ સીપ તથા મેગ્નેટીક મશીન જે ખુબજ ક્રીએટીવ તથા ઈનોવેટીવ પ્રોજેક્ટ હતા. આ સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થયા બાદ એચ.એ.કોલેજની ૩ ટીમને બેસ્ટ પ્રોજેક્ટમાં સ્થાન મળ્યુ હતુ.આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે ટીમના બધાજ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. તેમણે વધુમાં કહ્યું હતુ કે આજના યુવાનોમાં ક્રીએટીવીટી, ઉત્સાહ તથા ઇનોવેશન ખુબ મોટા પ્રમાણમાં છે. તેઓને તક પૂરી પાડી પ્રોત્સાહીત કરવા જોઈએ જેથી આત્મનિર્ભર ભારત તથા મેક ઇન ઇન્ડીયાની પરિકલ્પના સિધ્ધ કરી શકીએ. આ સમગ્ર પ્રોજેક્ટની પસંદગી તથા તૈયારી કોલેજના પ્રા.હર્ષા રામાણીએ કરી હતી..

Posted in All