પ્રોડક્ટની ગુણવત્તા તથા તેની અસરકારક જાહેરાત વ્યવસાયની સફળતાનો પાયો છે ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સના એચ.એ.કોમર્સ સર્કલ દ્વારા “Why Advertising Works”? વિષય ઉપર વર્કશોપ યોજવામાં આવ્યો

પ્રોડક્ટની ગુણવત્તા તથા તેની અસરકારક જાહેરાત
વ્યવસાયની સફળતાનો પાયો છે
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સના એચ.એ.કોમર્સ સર્કલ દ્વારા “Why Advertising Works”? વિષય ઉપર વર્કશોપ યોજવામાં આવ્યો

હતો.અમદાવાદના જાણીતા મીડિયા જગતના નિષ્ણાત ડો.પલ્લવી મિત્તલે મુખ્ય વક્તા તરીકે કહ્યું હતુ કે ૨૧ મી સદીના ટેકનોલોજીના યુગમાં કંપનીની પ્રોડક્ટ વીશેની જાહેરાતોનો રાફડો ફાટયો છે. કેટલીક જાહેરાતો છેતરામણી હોય છે તથા ફેક પણ હોય છે. એડવરટાઈઝીંગની દુનીયામાં પ્રોડક્ટની ક્રેડીબીલીટી, યુનીકનેસ તથા ઓરીજીનાલીટી બહુજ અગત્યના હોય છે. ગ્રાહકને માત્ર જાહેરાતથી આકર્ષીત નથી કરાતો પરંતુ તેને પૂરો સંતોષ પણ મળવો જોઈએ છે.આ કાર્યક્રમ માં ૧૯૪૦ થી લઈને અત્યારસુધીની જાહેરાતો પ્રદર્શીત કરીને થયેલા ફેરફારો વીશે માહિતી આપી હતી . ડો .વિવેક રંગાએ પણ પ્રાસંગોચિત વક્તવ્ય આપ્યું હતુ . પ્રિ.સંજય વકીલે કહ્યું હતું કે જાહેરાતોનો મુખ્ય હેતુ પ્રોડક્ટની સાચી માહિતી આપીને ગ્રાહકનો વિશ્વાસ જીતવાનો છે. જાહેરાત એટલી અસરકારક હોવી જોઈએ જેનાથી પ્રોડક્ટનો સ્વિકાર સ્વાભાવિક રીતે થાય છે. આજના ડિજીટલ યુગમાં જાહેરાતોની સત્યતા ચકાસવી ખુબજ અઘરી થઇ ગઈ છે. સબ સ્ટેન્ડર્ડ પ્રોડક્ટની અસરકારક જાહેરાત કરી તેનું ધુમ વેચાણ થઇ રહ્યું છે જેને અટકાવવુ જરૂરી છે . એચ .એ .કોમર્સ સોસાયટીના કન્વીનર પ્રા .પંકજ રાવલે વિષયની ભૂમિકા આપી હતી .પ્રા.જય મિસ્ત્રીએ આભાર વિધી કરી હતી . કોલેજના પ્રા. માલતી વાલા તથા પ્રા અલ્પા પાઘદલે સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આયોજન કર્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *