અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

પ્રેસનોટ :
તા. ૧૯ ઑગસ્ટ શનિવારે, સાંજે ૦૫-૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ),આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

પદ્મશ્રી પુરસ્કૃતસર્જક પ્રવીણ દરજીના પુસ્તક ‘બજતાં નૂપુર’ વિશે નીતા ભગતે અને કવિ અમૃત ‘ઘાયલ’ના પુસ્તક ‘આઠોં જામ ખુમારી’ વિશે વસંત ગઢવીએ પુસ્તકનો પરિચય કરાવી આસ્વાદલક્ષી વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ, સાહિત્યકારો અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
—–
પ્રો.નીતા ભગત :
-‘બજતાં નૂપુર’ પુસ્તક એ લલિત નિબંધસંગ્રહ છે.અલગ-અલગ નિબંધમાં જુદી જુદી ભાત જોવા મળે છે.લલિત નિબંધમાં સર્જક ચેતના મોકળાશથી પ્રગટે છે.
-લલિત નિબંધમાં કથાસાહિત્ય જેવા ચોક્કસ લક્ષણો દેખાતાં નથી
-નૂપુરનો રવ જાદુઈ લય છે જે ‘બજતાં નૂપુર’માં જોવા મળે છે
—–
શ્રી વસંત ગઢવી :
—–
-અમૃત ‘ઘાયલ’ ધુંઆધાર શાયર છે
-અમૃત ‘ઘાયલ’ જીવ્યા ત્યાં સુધી શાનદાર અને જાનદાર જીવ્યા અને સતત સાહિત્યની ઉપાસના કરતાં રહ્યા
-અમૃત ‘ઘાયલ’નું નામ પડે ને મુશાયરાનો રંગ બદલાઈ જાય
-‘આઠોં જામ ખુમારી’ પુસ્તક દળદાર અને રોચક પુસ્તક છે.
-અમૃત ‘ઘાયલ’એ જેટલું લખ્યું એ આપણને ના આકર્ષે તો જ નવાઈ
-શૂરા,સાકીનો પર્યાય આપણી માતૃભાષામાં કેમ ના હોય એવું વિચારીને ઘાયલે ગઝલકર્મ કર્યું અને ગઝલનું નવું સ્વરૂપ વિકસાવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *