ગૌરવ દિવસે પરેડમાં પોલીસ જવાનો મોટરસાઇકલ પર કરશે દિલધડક કરતબો

સંજીવ રાજપૂત
જામનગર

ગૌરવ દિવસે પરેડમાં પોલીસ જવાનો મોટરસાઇકલ પર કરશે દિલધડક કરતબો

ગુજરાત ગૌરવ દિવસે જામનગર ખાતે યોજાનાર પરેડમાં પોલીસ જવાનો મોટરસાઇકલ પર દિલધડક કરતબો કરશે જેનો લહાવો જામનગર વાસીઓ માણશે.

જામનગરના નાગરિકોને પરેડ દરમિયાન બાઇક પર ભમરાની પ્રતિકૃતી, કમાન્ડો પોઝીશન, રાણી લક્ષ્મીબાઇની પ્રતિકૃતી, હેન્ડ બાર તથા યોગાસન સહિતની કરતબો માણવા મળશે

આગામી તા.૧લી મે ના રોજ ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જામનગર ખાતે યોજવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે. વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, શસ્ત્ર પ્રદર્શન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે તા.૧લી મે ના રોજ ટાઉનહોલ થી સાત રસ્તા સર્કલ સુધી યોજાનાર ભવ્ય પોલીસ પરેડ અને તેમાં યોજાનાર દિલધડક મોટરસાયકલ સ્ટંટ લોકોમાં માણવા લાયક બની રહેશે.

પરેડમાં યોજાનાર આ મોટરસાયકલ સ્ટંટ શો માં પોલીસ જવાનો દ્વારા દિલધડક કરતબો કરવામાં આવશે. જેમાં બાઇક પર ઉભા રહી સેલ્યુટ, બાઇકના એક બાજુ ઉભા રહી બેલેન્સી, બાઇક પર હેન્ડા બાર, બાઇક પર રાણી લક્ષ્મીબાઇની પ્રતિકૃતી, બાઇક પર યોગાસન, બાઇક પર પી.ટી., બાઇક પર ચાર મહિલા બેલેન્સક, બાઇક પર પિસ્ટલ પોઝીશન, બાઇક પર ચાર જવાન બેલેન્સ , બાઇક પર કમળની પ્રતિકૃતી, ઓરીજેન્ટાલ બાર, બાઇક પર કોમી એકતા, બાઇક પર કમાન્ડોે પોઝીશન, બાઇક પર રાષ્ટ્રીય ધ્વજ, બાઇક પર ભમરાની પ્રતિકૃતી તથા બાઇક પર એરોહેડ સહિતના દિલધડક સ્ટંટ યોજવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *