દરિંદગીનો શિકાર બનેલી કોલકાતાની મહિલા ડોકટરને શ્રદ્ધાંજલિ આપી. જાણે દરેક ભારતીય પરિવારે તેની દિકરી ગુમાવી. ઈન્ડિયન મેડિકલ એસો. ચીફનો ભાવુક પત્ર. અમે તેનો જીવ બચાવવામાં નિષ્ફળ ગયા: અશોકન – સુરેશ વાઢેર.

દરિંદગીનો શિકાર બનેલી કોલકાતાની મહિલા ડોકટરને શ્રદ્ધાંજલિ આપી. જાણે દરેક ભારતીય પરિવારે તેની દિકરી ગુમાવી. ઈન્ડિયન મેડિકલ એસો. ચીફનો ભાવુક પત્ર.

અમે તેનો જીવ બચાવવામાં નિષ્ફળ ગયા: અશોકન

કોલકાતાની આર જી કર મેડિકલ કોલેજમાં તે રાત્રે મહિલા ડોકટર સાથે જે થયું તેની કલ્પના પણ કરી શકાય તેમ નથી. 32 વર્ષીય તાલીમાર્થી ડોકટર પર બળાત્કાર અને ત્યારબાદ તેની હત્યાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે.

જયારે દેશભરના ડોકટરો રસ્તા પર ઉતરી આવ્યા છે, ત્યારે દરેક સામાન્ય માણસ આરોપીઓ માટે માત્ર ને માત્ર મૃત્યુદંડ જ ઈચ્છે છે. આ સ્તરના રોષ વચ્ચે ઈન્ડિયન મેડીકલ એસોસીએશનના પ્રમુખ ડો. આર.વી.અશોકને પત્ર લખ્યો છે.

આ પત્રમાં તેમણે અફસોસ વ્યક્ત કરતા લખ્યું હતું કે, અમે તેનો જીવ બચાવવામાં નિષ્ફળ ગયા, પરંતુ સમગ્ર દેશ જે રીતે આ ઘટનામાં એક થયો તેનાથી અમે તેના મૃત્યુ બાદ તેને સન્માન આપ્યું છે. આ ઘટનાને લઈને દેશમાં ગુસ્સો, નફરત, નિરાશા અને લાચારીનું વાતાવરણ છે.

અશોકને લખ્યું કે ભારતે પહેલીવાર પોતાના ડોકટરોને યોગ્ય ગણ્યા છે. તે સતત 36 કલાક સુધી ડયુટી કરતી રહી અને રાત્રે 2 વાગ્યે જમ્યા બાદ તે વોર્ડની બાજુમાં આવેલા સેમીનાર રૂમમાં બનાવેલા કામચલાઉ પલંગ પર સુવા ગઈ હતી.

તે મધ્યમવર્ગીય પરિવારની અને સામાન્ય ભારતીય માતા-પિતાની એકની એક દીકરી હતી. અસહ્ય દુ:ખ સાથે તેમણે જીવનનો અર્થ અને હેતુ ગુમાવી દીધો છે. તે બાળકની જેમ નિર્દોષ અને વિશ્વાસુ હતી.

તેમણે એ કાળી રાત્રીની કલ્પના પણ કરી હતી. વાતાવરણમાં ચોમેર ભય ફેલાયેલો છે તેનો ઉલ્લેખ કરી તેમણે લખ્યું કે કેટલાક જાગૃત યુવાનો એક ખૂણામાં વિરોધ કરી રહ્યા હતા.

Suresh vadher

એક વિચિત્ર વિલક્ષણ મૌનની ચાદર વિંટળાયેલી હતી. અશોકને એવો પણ દાવો કર્યો હતો કે તાલીમાર્થી ડોકટરના મૃત્યુ પર તબીબી વ્યાવસાયિકોમાં રોષ છે અને તેમણે ખાતરી આપી હતી કે ડોકટરનું સંગઠન દેશભરમાં વિરોધ પ્રદર્શનો કરવાનું ચાલુ રાખશે. અશોકને વધુ લખ્યું કે, તેમણે લાખો દીવા પ્રગટાવ્યા હતા.

એવું લાગે જાણે હજારો યુદ્ધના ધબકારા ગુંજી રહ્યા હતા. જાણે દરેક ભારતીય પરિવારે દીકરી ગુમાવી દીધી. માતાઓને ડૂબો ભરાઈ ગયો હતો. પિતા ચુપચાપ રડી રહ્યા છે. રહેવાસીઓ પહેલા આગળ આવ્યા. તેમણે લખ્યું કે ઘટના પછીના સાત દિવસ સુધી તેમને ઉંઘ જ ન આવી. અઠવાડિયામાં 100 કલાક કામ કરવાની ટેવ હતી.

Suresh vadher

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *