બાપુનગરમાં આવેલી સર્વોદય વિદ્યામંદિર સ્કૂલમાં થયું 18 વર્ષ પછી 2006 ની બેચ વાળા સ્ટુડન્ટ નું રી યુનિયન…..

બાપુનગરમાં આવેલી સર્વોદય વિદ્યામંદિર સ્કૂલમાં થયું 18 વર્ષ પછી 2006 ની બેચ વાળા સ્ટુડન્ટ નું રી યુનિયન…..

તારીખ 16/ 4/ 2023 ના રોજ બાપુનગર ખાતે આવેલી સર્વોદય વિદ્યામંદિર સ્કૂલનું 18 વર્ષ પછી રી યુનિયન ગેટ ટુ ગેધર થયું હતું. જેમાં 112 જેવા જૂના વિદ્યાર્થીઓ તથા 81 જેવા શિક્ષકો હાજરી આપી હતી…

સ્કૂલના ટ્રસ્ટીશ્રી જીવરાજભાઈ પટેલ દ્વારા કાર્યક્રમની શરૂઆત તેમને સરસ્વતી માતાની છબી આપીને થઈ હતી.. ત્યારબાદ ભૂતપૂર્વ પ્રિન્સિપલ શ્રી અરવિંદભાઈ તથા શ્રી જયાબેન દ્વારા દીપ પ્રાગટ્ય થયું હતું…

ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓએ તેમના દરેક શિક્ષક ગણનું ફુલ તથા ચાંદીના સિક્કા આપીને અભિવાદન કરેલ હતું…

ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓએ પોતાની જૂની યાદો તાજા કરી હતી તથા તેમના ક્લાસરૂમમાં પણ હાજરી આપી હતી અને આ રીતે 18 વર્ષ પછી થયેલું રીયુનિયન સક્સેસ થયું હતું…

હવે આવનારા વર્ષમાં દરેક વિદ્યાર્થી સહ જોડે રીયુનિયન કરવાનો પ્લાન કરી રહ્યા છે…

તેના પછી દરેક શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ સાથે ડિનર કરીને અને મધુર પળો વિતાવી હતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *