ધો.૧૨ સામાન્ય પ્રવાહના જાહેર થયેલા પરિણામમાં નર્મદા જિલ્લાનું ૫૮.૦૨ ટકા પરિણામ નોંધાયું

ધો.૧૨ સામાન્ય પ્રવાહના જાહેર થયેલા પરિણામમાં નર્મદા જિલ્લાનું ૫૮.૦૨ ટકા પરિણામ નોંધાયું

રાજપીપલા,તા31

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત તારીખ ૧૪મી થી ૨૯મી માર્ચ,૨૦૨૩ દરમિયાન ધોરણ- ૧૨ સામન્ય પ્રવાહની જાહેર પરીક્ષાઓ યોજાઈ હતી. જેમાં નર્મદા જિલ્લામાં કુલ નોંધાયેલા ૪૧૫૧ પૈકી ૪૧૩૩ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા.

નર્મદા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલો મુજબ આજે તા.૩૧મી મે,૨૦૨૩ને બુધવારના રોજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના જાહેર કરાયેલા ઓનલાઈન પરિણામમાં નર્મદા જિલ્લામાં કુલ ૨૩૯૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા જિલ્લાનું કુલ ૫૮.૦૨ ટકા પરિણામ નોંધાયું હતું. જે પૈકી ૦૨ વિદ્યાર્થીઓ A1, ૧૭ વિદ્યાર્થીઓ A2 અને ૧૧૬ વિધાર્થીઓને B1, ૪૪૧ વિધાર્થીઓને B2 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *