રાજપીપલાના સેવાભાવી જગતાપ દંપત્તિએ એમની 34મી મેરેજ એનિવર્સરી દિને આઠમી વાર રક્તદાન કર્યું.
જાણીતા વિજ્ઞાન લેખક અને પત્રકાર દીપક જગતાપે જિલ્લામાં 61વર્ષની વયે રક્તદાન કરીને સમાજનેઅનોખો મેસેજ આપ્યો
જો તમારું શરીર તંદુરસ્ત હોય તો કોઈ પણ ઉંમરે રક્તદાન કરી શકાય છે.
61વર્ષની વયે નર્મદામાં રક્તદાન કરવાનો પ્રથમ કિસ્સો..
રાજપીપલા, તા.30
રક્તદાન એ મહાદાન છે. એ કહેવતને રાજપીપલાના રાજપીપલાના સેવાભાવી જગતાપ દંપત્તિ જાણીતા વિજ્ઞાન લેખક અને પત્રકાર દીપક જગતાપ અને વૉઇસ ઑફ નર્મદાના તંત્રી અને સેવાભાવી સંસ્થા જનકલ્યાણ સેવા ટ્રસ્ટના ચેરપરશન જ્યોતિ જગતાપે બન્નેએ આજે તેમની 34 મી મેરેજ એનિવર્સરી દિનેઆઠમીવાર સાથે રક્તદાન કર્યું હતું.
ખાસ મહત્વની વાત એ છે કે દીપક જગતાપે 61વર્ષની વયે રક્તદાન કરીને સમાજને નવો દાખલો બેસાડી મેસેજ આપ્યોહતો કે જો તમારું શરીર તંદુરસ્ત હોય તો કોઈ પણ ઉંમરે રક્તદાન કરી શકાય છે.સામાન્ય રીતે લોકોએવુ જાણે છે કે 55વર્ષ પછી જ રક્તદાન કરી શકાતું નથી.
પણ તબીબોના મતે જો તમે સંપૂર્ણ રીતે તંદુરસ્ત હોય તો તમે રક્તદાન કરી શકો છો. દીપકભાઈ એ નર્મદાના ઇતિહાસમાં પહેલી વાર 61વર્ષની વયે કપલમાં રક્તદાન કરીને સમાજ માટે નવો દાખલો બેસાડ્યો છે.
આ અંગે રેડક્રોસ સોસાયટી રાજપીપલા બ્લડ બેંકના બ્લડ ટ્રાન્ફ્યુશન ઓફીસર ડૉ. જે એમ જાદવે બન્ને સેવાભાવી દંપત્તિને આઠમી વાર રક્તદાન કરવા બદલ લગ્નજીવનની શુભેચ્છા પાઠવતા
જણાવ્યું હતું કે દીપકભાઈ એ 61વર્ષની વયે રક્તદાન કર્યું છે.ખાસ કરીને સિનિયર સીટીઝનો માટેઆ એક ઉદાહરણ રૂપ દાખલો આપી મેસેજ આપતાં જણાવ્યું હતું કે તમને શરીરમાં કોઈ બીમારી ન હોય અને શરીર તંદુરસ્ત હોય તો મોટીમોટી ઉંમરે પણ રક્તદાન કરીને લોકોની જિંદગી બચાવી શકાય છે.
આ અંગે જગતાપ દંપત્તિએ જ્યાં સુધી શરીર તંદુરસ્ત રહે ત્યાં સુધી રક્તદાન કરવાની મહેંચ્છા વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને દંપત્તિએ આ અગાઉ કોરોના કાળમાં તેમની સંસ્થા જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા ઊંડાણના ગ્રામ્ય વિસ્તારમાં રક્તદાનના પાંચ જેટલા કેમ્પ કરીને 265 યુનિટ રક્ત એકત્ર કરીને બ્લડબેંકને લોહી એકઠુ કરી આપ્યું હતું.
તસવીર : દીપક જગતાપ, રાજપીપલા