નાંદોદ અને દેડીયાપાડા મતવિસ્તારના ૭૩૧ પ્રિસાઇડીંગ અને ૧૫૦ આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ સહિત કુલ ૯૮૧ ઓફિસરોનો પ્રથમ તાલીમવર્ગ યોજાયો
પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા થીયરીની સાથોસાથ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા અપાયેલું વિસ્તૃત માર્ગદર્શન
રાજપીપળા,તા 27
નર્મદા જિલ્લામાં આગામી તા.૭મી મેના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીઅને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાનાં માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમી આયોજન કરવામાં આવી રહ્યું છે.
નાંદોદ મતવિભાગ માટે રાજપીપલાની એમ.આર.વિદ્યાલય ખાતે ૪૩૧ પ્રિસાઈડીંગ ઓફિસર અને ૧૫૦ આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસરની તાલીમ જ્યારે દેડીયાપાડા મતવિભાગના ૩૦૦ પ્રિસાઈડિંગ અને ૧૦૦ આસિસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસર્સ માટે ગર્લ્સ લિટરસી રેસિડેન્સીયલ સ્કૂલ(મોડેલ) ખાતે મદદનીશ ચૂંટણી અધિકાર અને પ્રાંત અધિકારીની રાહબરી હેઠળ બુધવારે તાલીમ વર્ગો યોજાયા હતા. બે દિવસીય તાલીમના પ્રથમ દિવસે કુલ ૯૮૧ કર્મયોગીઓને તાલીમ આપવામાં આવી હતી.
પ્રથમ તબક્કાના આ તાલીમવર્ગમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર પોલ, EVM, VVPAT, રિસીવીંગ-ડિસ્પેચીંગ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી સાથે સમજ અપાઇ હતી. દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે અંગે પણ આવા મતદારોને જરૂરી સુવિધા અને સહાયકની સેવા ઉપલબ્ધિ અંગે પણ જાણકારી અપાઇ હતી. તદ્ઉપરાંત તમામને EVM, VVPAT અંગે હેન્ડસ ઓન ચૂંટણીલક્ષી કામગીરી સબબ જાણકારી સાથે પ્રત્યક્ષ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ પુરૂ પડાયું હતું. આ ચૂંટણીમાં મતદાન વખતે મતદારે ફોટો વોટર સ્લીપની સાથોસાથ ચૂંટણીપંચે સૂચવેલ વૈકલ્પિક અન્ય ૧૨ દસ્તાવેજી પુરાવાઓ પૈકી કોઇ એક પુરાવો પણ હવે રજૂ કરવાનો રહેશે તેની પણ સમજ અપાઇ હતી.
મતદાન મથકના ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓ માટે જુદા જુદા વૈદ્યાનિક ફોર્મની વિગતો ભરવા ઉપરાંત રજીસ્ટરમાં તેની નોંધણી, મોકપોલ, મતદાન પ્રક્રિયા, પૂર્ણ થયા બાદ EVM મશીન VVPAT સીલ કરીને તેના ડિસ્પેચીંગ સુધીની તમામ બાબતો અંગે તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પડાયું હતું.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા