હરસિધ્ધિ માતાજી મંદિરનો 423 માં પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી

રાજપીપલા હરસિધ્ધિ માતાજી મંદિરનો 423 માં પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી

રિયાસતી રાજવી નગરી રાજપીપલાના રાજવી પરિવારની કુળદેવી હરસિધ્ધિ માતાજી મંદિરનો દ્વિદિવસીય
પ્રાગટ્ય મહોત્સવના પ્રથમ દિવસે સૌ પ્રથમ વાર નીકળેલી ઐતિહાસિક ભવ્ય નગરયાત્રા

ઇ. સ 1657માં
રાજવી વેરીશાલજી મહારાજ સાથે જે સ્વરૂપમાં માતાજી પધાર્યા હતા તે મૂળ સ્વરૂપનો ટેબલો દર્શન લોકઆકર્ષણનું કેન્દ્ર પ્રાગટ્ય મહોત્સવના
પ્રથમ દિવસે નગરમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

રાજપીપલા, તા 27

આજે રાજપીપલાખાતે હરસિધ્ધિ માતાજી મંદિરનો 423 માં પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.રિયાસતી રાજવી નગરી રાજપીપલાના રાજવી પરિવારની કુળદેવી હરસિધ્ધિ માતાજી મંદિરનો દ્વિદિવસીય
પ્રાગટ્ય મહોત્સવના પ્રથમ દિવસે સૌ પ્રથમ વાર ઐતિહાસિક ભવ્ય નગરયાત્રા
નીકળી હતી જે લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી.

ઇ. સ 1657માં
રાજવી વેરીશાલજી મહારાજ સાથે જે સ્વરૂપમાં માતાજી પધાર્યા હતા તે મૂળ સ્વરૂપનો ટેબલો દર્શન ખાસ કરીને લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
વાઘ પર સવારી કરનાર મા હરસિધ્ધિ સાથે પધારેલ મહાદેવ, વીર વૈતાલ અને હનુમાન સાથેના ટેબલા સાથે માતાજીના દર્શન કરી ભક્તો અભિભુત થયા હતા ખાસ રથમા મન્દિરના ગર્ભગૃહમાં વાઘની સવારી પર બિરાજેલ હરસિદ્ધિ માતા સ્વરૂપ માં શણગારેલ રથમા બિરાજેલ હરસિદ્ધિ માતા સ્વરૂપની ઝાંકી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

ખાસ તો મંદિરના ગર્ભ ગૃહમાં મુકેલ મા હરસિધ્ધિની તસવીર પૂજારી અને આરતી સાથેના દર્શનની અનોખી ઝાંકી જોવા લોકટોળાં ઉમટ્યાહતા
હરસિધ્ધિ મન્દિર, ઉજ્જૈન મન્દિર, કોયલા ડુંગર સહીત વીર વૈતાલની ઝાંકી વિશેષ આકર્ષણ નું કેન્દ્ર રહી હતી

બાલિકાઓની કળશ યાત્રા,સાથે મોટી સંખ્યા મહિલાઑ માતાજીના ગરબાની રમઝટ સાથે નીકળેલી નગર યાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રથમા બિરાજમાન રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ સાથેનગરજનો પણ નગરયાત્રામાં જોડાયાં હતા
પ્રાગટ્ય મહોત્સવના
પ્રથમ દિવસે નગરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *