જાણે તીખ્ખી તમતમતી કોઈ ચીલ્લી છે, આ મારો વરસાદ સાવ સીલ્લી છે – પુજન મજમુદાર.

આ મારો વરસાદ સાવ સીલ્લી છે

ભીના આ શ્રાવણમાં હળવી વાછંટ એની

રોમેરોમ આજ મેં તો ઝીલ્લી છે,

આ મારો વરસાદ સાવ સીલ્લી છે

વગડામાં વાગી રહ્યા મનગમતાં સાજ છે

નદીઓ ને સરવરનો રંગીન મિજાજ છે

ટોળે વળ્યાં છે કંઈ ટેણીયાઓ રસ્તે ને,

હાથમાં તો ડંડા ને ગીલ્લી છે,

આ મારો વરસાદ સાવ સીલ્લી છે

મૌસમમાં તાજગી ને મસ્ત આ માહોલ છે

લીલાંછમ પાદર ને લીલોછમ મોલ છે

પલળી ગયા છે બધા કોરાકટ શમણાં ને

સુક્કાંની ઉડી રહી ખીલ્લી છે,

આ મારો વરસાદ સાવ સીલ્લી છે

એનું મારકણું રૂપ મને પજવી રહ્યું છે

એનું હૈયું કઈ વાતે એને લજવી રહ્યું છે

સીમમાં એ સરકી ને આવી છે એમ,

જાણે તીખ્ખી તમતમતી કોઈ ચીલ્લી છે,

આ મારો વરસાદ સાવ સીલ્લી છે

પુજન મજમુદાર (૨૬/૦૭/૨૦૧૭)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *