ના હવે બીજું કાંઈ યાદ આવે, નૈ કોઈ અપેક્ષાઓય કાંઈ યાદ કરી, બાકી કાંઈ નૈ નયન બંધ કરતાં તારી હસતી સુરત રોજેય યાદ કરી. *કવિ-જયેશ શ્રીમાળી પલિયડ.* *વડોદરા*

*‘તને રોજ યાદ કરું’*

સૌથી વધુ તને યાદ કરી, એથીએ વધુ મેં તારી યાદોને યાદ કરી,

બાકી વહી ગયેલી તારી મારી એ પુરાણી મુલાકાતો નેય યાદ કરી.

શમણાંના તોરણ બાંધ્યા હતા કેવાં તારા મારા એ વાતો યાદ કરી,

બાકી કાઈ નહીં આખો દિવસ સૌથી વધુ તને ને તને જ યાદ કરી.

દિવસો ક્યાં જાય ને ક્યાં વર્ષો વિતે, એ વર્ષો ની વેદના યાદ કરી,

બાકી મળી તો તું છે મને તોય તને તારી યાદો માં તને યાદ કરી.

બાકી રહ્યું હશે આ ભવમાં તારું લે’ણું તે વિરહમાંય તને યાદ કરી,

બાકી હવે કયારે મળવાનું થશે તને એ વિચારમાંય તને યાદ કરી.

ના હવે બીજું કાંઈ યાદ આવે, નૈ કોઈ અપેક્ષાઓય કાંઈ યાદ કરી,

બાકી કાંઈ નૈ નયન બંધ કરતાં તારી હસતી સુરત રોજેય યાદ કરી.

*કવિ-જયેશ શ્રીમાળી પલિયડ.*

*વડોદરા*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *