વડોદરામાં આખેઆખો રોડ જ બેસી ગયો!
વડોદરામાં ભૂવા તો ઠીક, આ તો આખેઆખો રોડ જ બેસી ગયો હોય તેવી ઘટના સામે આવી છે. શહેરના ન્યૂ વીઆઇપી રોડ વિસ્તારમાં વરસાદી કાંસનો સ્લેબ ધરાશાયી થયો છે. ઉલ્લેખનિય છે કે વડોદરા શહેરમાં ગત મોડીરાત્રે એક કલાક વરસેલા બે ઇંચ જેટલા વરસાદે સમગ્ર વડોદરા શહેરમાં પાણી પાણી કરી દીધું હતું. હાલમાં કોન્ટ્રેક્ટરની હલકી ગુણવત્તાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે.
આ પણ વાંચો: https://tejgujarati.com/?p=12064