એકતાનગર ટેન્ટસિટી-2 ખાતે વેસ્ટર્ન રિજનલ કોન્ફરન્સ યોજાઈ
રાજપીપલા, તા 26
એકતાનગર ટેન્ટસિટી-2 ખાતે આજે વેસ્ટર્ન રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.નાલસા થીમ આધારિત સંરક્ષણ અને અમલીકરણ આદિવાસીઓની કેન્દ્ર-રાજ્ય-2015 સાથે ફ્લેગશીપ યોજનાઓના જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત નાલસાના ત્રણ દાયકાની ઉજવણીની શરૂઆત અને પશ્ચિમ પ્રાદેશિક પરિષદ આયોજિત રાષ્ટ્રીય કાનુની સેવા પ્રાધિકરણ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા પ્રાધિકરણ દ્વારા એકતાનગર ટેન્ટસિટી-2 ખાતે આજે સુંદર ભવ્ય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું . કાર્યક્રમના પ્રારંભમાં નાલસા સોંગ પ્રસ્તુત કરવામાં આવી હતી અને રોપાને પાણી સિંચન કરવામાં આવ્યું. ત્યારબાદ નાલસાના સભ્ય સચિવ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવ દ્વારા કાર્યક્રમની રૂપરેખા અને સેમીનાર અંગે જાણકારી આપવામાં આવી હતી આ સેમિનાર આજે અને આવતી કાલે બે દિવસ સેમિનાર યોજાશે
સેમિનારમાં નાલસા દ્વારા કરેલા કાર્યોનો ઇતિહાસ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો જેમાં દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી ચિતાર રજૂ કરાયો હતો ત્યારબાદ માન. જસ્ટિસશ્રીઓ સેમિનારમાં પાર્ટીસિપેન્ટ થઈ પ્રેરક માર્ગદર્શન પૂરું પાડી અને ચાવીરૂપ વક્તવ્ય આપ્યું હતું
સેમિનારના બીજા સેશનમાં નાલસાના ત્રણ દાયકાનો સેવાકીય પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કરાયો હતો કાયદાકીય સેવાનો રોડ મેપ અને તેના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા
..