મંત્રી કુંવરજીભાઇ હળપતિ V/S ધારાસભ્ય ચૈતર વસાવા આમને સામને

મંત્રી કુંવરજીભાઇ હળપતિ V/S
ધારાસભ્ય ચૈતર વસાવા આમને સામને

મંત્રી કુંવરજીભાઇ હળપતિના
ધારાસભ્ય ચૈતર વસાવા પર વિધાનસભામા આદિવાસીઓ માટે અવાજ ઉઠાવતા નથી તેવા મંત્રી કુંવરજીભાઇ હળપતિનાઆક્ષેપ સામે વિધાનસભામાચૈતર વસાવા
આક્ષેપનો આપ્યો વળતો જવાબ

વિધાનસભામા ચૈતર વસાવાએ અલગ ભીલ પ્રદેશની માંગ કરી

ચૈતર વસાવાએ મંત્રી હળપતિને પડકાર ફેંક્યો છે કે જો વિડિયો એડિટેડ હોય છેતો સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવે.

રાજપીપલા, તા 8

ગુજરાતના રાજકીય માહોલમાં
આદિવાસી મુદ્દે તણાવ સર્જાયો છે.
ત્યારે ભાજપા અને આપના બે નેતાઓ આમને સામે આવી ગયા છે

ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભામા આદિવાસીઓ માટે અવાજ ઉઠાવતા નથી તેવા મંત્રી કુંવરજીભાઇ હળપતિના આક્ષેપ સામે વિધાનસભામા ચૈતર વસાવા
આક્ષેપનો વળતો જવાબઆપ્યો હતો. અને અલગ ભીલ પ્રદેશની માંગ કરી હતી.અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિ સામે ગંભીર આરોપો મૂક્યા છે.

ચૈતર વસાવાએ જણાવ્યું કે માંડવીના એક જાહેર કાર્યક્રમમાં મંત્રી હળપતિએ સ્વીકાર્યું હતું કે ભાજપ સરકારે આદિવાસી સમાજના હિતમાં કોઈ
નિર્ણય લીધો નથી. જોકે, પછીથી મંત્રીએ આ વિડિયો એડિટેડ હોવાનો દાવો કર્યો હતો.જોકે ચૈતર વસાવાએ મંત્રી હળપતિને પડકાર ફેંક્યો છે કે જો વિડિયો એડિટેડ હોય છેતો સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવે.વધુમાં, તેમણે માંડવી, સોનગઢ, ડાંગ, ભરૂચ અને નર્મદામાં ટ્રાયબલ સબપ્લાન અંતર્ગત થયેલા કામોની તપાસની માગણી કરી છે.

ચૈતર વસાવાએ વીર એન્ટરપ્રાઇઝ અનેલાલા રેફ્રિજરેટર સાથે સંકળાયેલા સંદીપ શાહ, જીતેશ શાહ અને દિવ્યેશ
શાહ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કરાયેલા કામોની તપાસની માગ કરી છે. તેમના મતે, ટેરાફિલ અને બાયોગેસ સહિતની
યોજનાઓમાં 2000થી 2500 કરોડનું કૌભાંડ થયું છે.

ધારાસભ્ય વસાવાએ વિધાનસભામાં લાઈવ પ્રસારણ ન થવા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે આરોપ મૂક્યો છે કે ગુજરાત સરકાર ગુજરાત મોડલની
પોલ ખુલી જવાના ડરથી વિધાનસભાનું લાઈવ પ્રસારણ કરતી નથી.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા