આ રાજ્યોમાં એલર્ટ
દેશના ઘણા રાજ્યોમાં ભારે ગરમી પડી રહી છે. દરમિયાન, હવામાન વિભાગે 8 થી 10 એપ્રિલ દરમિયાન ત્રિપુરા, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે, જ્યારે કેરળ, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં આગામી 3 દિવસ સુધી વાવાઝોડા સાથે હળવો વરસાદ પડી શકે છે. અહીં જમ્મુ- કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 9 થી 11 એપ્રિલ દરમિયાન વરસાદ અને કરા પડી શકે છે.